Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ગોંડલ રોડ પુલ નીચે ટ્રેનની ઠોકરે કપાઇ જતાં અજાણ્યા પુરૂષનું મોત

વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૨: ગોંડલ રોડ હાઇવેના પુલ નીચે ગઇકાલે એક અજાણ્યો આશરે ૪૦ થી ૪૨ વર્ષનો પુરૂષ ટ્રેન હેઠળ આવી જતાં કપાઇ જતાં મોત નિપજ્યું છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. બી. વાઘેલાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકે સફેદ કલરનો શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યુ છે. તેની ઓળખ થાય તેવી બીજી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ-પરિચીત હોય તો આજીડેમ પોલીસનો ફોન-૭૪૩૩૮ ૧૪૮૦૮ અથવા ૯૮૭૯૭ ૪૫૦૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ વાઘેલા વધુ તપાસ કરે છે.

(11:32 am IST)
  • મુંબઇમાં આજે રાત્રે અને કાલે સવારે ભારે વર્ષાની શકયતા : મુંબઇમાં ખુશનુમાં હવામાન અને વાદળછાયા આકાશ સાથે વરસાદ પડશે. આજે રાત્રે અને વ્હેલી સવારે મુંબઇમાં ભારે વરસાદ અને તોફાની પવન ફુંકાવાની પણ શકયતા છે. મુંબઇ-૨ત્નાગીરી બેલ્ટમાં મોડી રાત્રે - વ્હેલી સવારે અને કાલે સવારે ભારે વરસાદી વાદળાઓ છવાશે અને તોફાની વરસાદની સંભાવના છે.દરમિયાન મુંબઇમાં ૧ાા થી ૨ ઇંચ વરસાદ પડી ગયો છે. પશ્ચિમના પરાઓમાં મધ્યમ અને પૂર્વીય પરાઓમાં હળવો વરસાદી દોર રહયો છે. રાઇગઢ-થાણે-નવી મુંબઇમાં પણ વરસાદી વાવડ છે. access_time 12:55 pm IST

  • રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત કાલે દ્વારકાની મુલાકાતે : દેવભૂમિ દ્વારકા તા ૨૨ : ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૨૩ના દ્વારકાની મુલાકાતે આવનાર છે. રાજયપાલશ્રી સવારે ૯.૧૦ થી ૧૦.૦૦ દરમ્યાન દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે, ત્યારબાદ ૧૧.૦૦ કાલકે રાજયપાલશ્રી કોસ્ટગાર્ડ, દ્વારકાની મુલાકાત લેશે. access_time 11:26 am IST

  • " હેપ્પી બર્થ ડે અમિતભાઇ " : ભારતના હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહનો આજે જન્મ દિવસ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ આમ નાગરિક સહીત તમામનો શુભેચ્છા ધોધ : દેશના શક્તિશાળી નેતાઓની હરોળમાં સ્થાન ધરાવતા ગુજરાતી નેતાએ 56 માં વર્ષમાં પ્રવેશ કર્યો access_time 11:32 am IST