Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

'ગાંધી દર્શન' ટી.વી.સીરિયલના શુટીંગ અને સંશોધનનું કાર્ય વેગવંતુઃ હસુભાઇ અને પુજાબેન સ્થળ મુલાકાતે

રાજકોટ તા.૨૨: 'ગાંધી દર્શન' ટી.વી. સીરિયલ માટે શુટીંગ પરમીશન, રીસર્ચ અને મહાત્મા ગાંધીજીના જીવન પરના ફોટોગ્રાફ, બુકનું પ્રદર્શન કરવા હસમુખભાઇ દામજીભાઇ પરમાર, (પુત્રી) પુજાબેન હસમુખભાઇ પરમાર, (પત્ની) ગીતાબેન હસમુખભાઇ પરમાર, સહાયક-ચતુરદાન દેવીદાન ગઢવી, અને નીકુલભાઇ વજશીભાઇ કંડોરીયા દ્વારા આયોજન થયું છે.

રાજકોટ-આલ્ફ્રેડ હાઇસ્કૂલ (ગાંધી મ્યુઝીયમ), કબા ગાંધીનો ડેલો, અમદાવાદ-સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ-ગુજરાત વિદ્યાપીઠ, સુરત, વ્યારા, નવસારી, વલસાડ, ધરમપુર(શ્રીમદ્દ રાજચંદ્ર ભગવાન) મુંબઇ-મુંમ્બાદેવી, જવેરી બજાર (શ્રી મદ્દ રાજચંદ્ર ભગવાન ઓફીસ), આર્થર રોડ જેલ, સીવરી હોસ્પિટલ, મણીભવન, પુના-આગાખાન પેલેસ, યરવડા જેલ, સસુન હોસ્પિટલ, આક્રોલા, અમરાવતી, મોજરી-(ગુરૂકુંજ આશ્રમ વંદનીય રાષ્ટ્રસંતશ્રી તુકડોજી મહારાજ), સાલબર્ડી, પવનાર આશ્રમ, સેવાગ્રામ આશ્રમ વર્દ્યા, નાગપુર, ગોરખપુર, ચોરીચોરા સત્યાગ્રહ, પટના, મુઝફરપુર, મોતીહારી (૦ માઇલ્સ) ખાતે રીસર્ચ હાથ ધરાયું છે.

દિલ્હી-૨૫ જાન્યુઆરી એ ગાંધી નીધિ ગેસ્ટ હાઉસ, ૨૬ જાન્યુઆરીએ ઇન્ડિયા ગેટ, મહારોલી બરગાહ, ૨૭ જાન્યુઆરીએ કાશ્મીર ગેટ હેવી ફાયરીંગ, ૨૮ જાન્યુઆરીએ લાલ કિલ્લો, ૨૯ જાન્યુઆરીએ નેશનલ મ્યુઝીયમ, ૩૦ જાન્યુઆરીએ રાજઘાટ-(૦૯:૩૦ થી ૧૧:૦૦ સવારે), ગાંધી સ્મૃતિ ૩૦ જાન્યુઆરી માર્ગ (૦૫:૧૭ સાંજે), આ તમામ સ્થળોએ જઇને રીસર્ચ કરીને ફેબ્રુઆરીમાં કાર્ય પુર્ણ થશે.

રાજકોટના કલેકટર રાહુલ ગુપ્તા સાથે હસમુખભાઇ પરમાર તથા પુત્રી પુજાબેન હસમુખભાઇ પરમાર મુલાકાત કરી હતી. તેમને 'ગાંધી દર્શન' ટી.વી. સીરિયલની 'વન લાઇન' સ્ટોરી સમજાવી હતી. તે સાંભળીને કલેકટરશ્રી પ્રભાવીત થઇ કામગીરીને વખાણી હતી.

મ્યુ.કમિશનરશ્રી બંછાનિધી પાની સાથે પણ હસમુખભાઇ તથા પુજાબેન એ મુલાકાત કરી હતી. તેમને મહાત્મા ગાંધીજી પરનો 'નવરત્ન' સિક્કો બતાવ્યો જે 'ગાંધી મ્યુઝીયમ' માં રાખવામાં આવશે.

ટુંક સમયમાં રાજકોટ શહેરમાં 'ગાંધી દર્શન ' ટી.વી. સીરિયલના કમીંગ સુનના પોસ્ટરો લગાવવામાં આવશે.

જે લોકો આ કાર્યમાં સહયોગ કે જોડાવવા માંગતા હોય અને તેમની પાસે મહાત્મા ગાંધીજી વિશે માહિતી હોય તો,

હસમુખભાઇ-મો. ૮૩૪૭૯ ૫૩૭૮૪, પુજાબેન-મો. ૯૩૭૦૫ ૪૭૯૬૭નો સંપર્ક કરવા જણાવાયું છે.(૧.૨૬)

(3:55 pm IST)