Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજકોટમાં આજી ડેમ પાસે ત્રણ અજાણ્યાઓએ બે મિત્રો ઉપર એસીડ એટેક કર્યો : સિવિલ હોસ્પિટલમાં દાખલ : સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કરતી પોલીસ

રાજકોટ : આજે બપોરના સમયે શહેરના ગોંડલ ચોકડી ખાતે રીક્ષા લઈને ઉભેલા ગુલમહોમ્મદભાઈ પુલેજા અને તેના મિત્ર અફઝલ યુસુફ ખાન પઠાણ (ઉ.૨૨)ને ત્રણ અજાણ્યા યુવાનોએ આવી અને એસટી બસ સ્ટેન્ડ જવા રીક્ષા ભાડે કરી હતી : બાદમાં રીક્ષા ભાડે કરનાર ત્રણેય યુવાનોએ રીક્ષાચાલકોને આજી ડેમ માંડા ડુંગરેથી કેટરર્સમાં કામ કરતી બહેનોને લેવા જવાનું છે તેમ કહી માંડા ડુંગરના વળાંક પાસે રીક્ષા ઉભી રખાવેલ : ત્યારબાદ ત્રણ અજાણ્યા યુવાનો રીક્ષામાંથી ઉતરી ગયેલ અને ત્રણ પૈકી બે યુવાનોએ ખિસ્સામાંથી એસીડની બોટલ કાઢી અને રીક્ષા ચાલક બંને મિત્ર ઉપર એસીડ એટેક કર્યો હતો : જેમાં અફઝલના મોઢા ઉપર છાંટા પડ્યા હતા : તેમજ શરીરના ભાગે પણ દાઝી ગયો હતો : ત્રણેય અજાણ્યાઓ એસીડ ફેંકી અને નાસી છૂટ્યા હતા : આ દરમિયાન ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રીત થઈ ગયેલ અને બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જયાં એસીપી ક્રાઈમ, એસઓજી પીઆઈ વગેરે સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઈ અને બનાવની વિગતો જાણી હતી અને આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે એસીડ એટેક કરી નાસી છૂટેલ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા : આજે બનેલી આ ઘટનાથી ભારે ચકચાર મચી છે

(6:11 pm IST)
  • સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:-હિંમતનગરમાં ચાર,ઇડરમાં બે,વડાલી અને તલોદમાં એક -એક કોરોના પોઝિટિવ કેસ :-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૨૩ પોઝિટિવ કેસ નોંધાયા access_time 7:23 pm IST

  • સારા સમાચાર : ભારતમાં પૂનાની સસૂન જનરલ હોસ્પિટલમાં ઓક્સફર્ડ ની કોવીડ -19 રસીના ત્રીજા ચરણનું માનવ તબીબી પરીક્ષણ શરૂ કરાયું. access_time 11:20 pm IST

  • વિપક્ષી નેતાઓ ઉપર આવકવેરાની ધોંસ : ચૂંટણી એફીડેવીડના સંદર્ભે સંખ્યાબંધ વિરોધપક્ષના નેતાઓને આવકવેરા ખાતાએ નોટીસો આપ્યાનું જાણવા મળે છે સત્તાવાર વિગતો હવે જાહેર થશે.. (ન્યુઝફર્સ્ટ) access_time 3:13 pm IST