Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જાહેરનામાનો ભંગ કરનારા વેપારીઓ અને વાહન ચાલકો સહિત ૩૪ લોકો પકડાયા

રાજકોટ તા. રરઃ શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલી સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનારા વેપારીઓ તથા રીક્ષામાં બે થી વધુ મુસાફરો બેસાડી નીકળેલા રીક્ષા ચાલકો અને બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા ચાલકો સહિત ૩૪ વ્યકિતને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે માલવીયા ચોક પાસેથી રીક્ષા ચાલક છના ગગજીભાઇ બાવળીયા, જયુબેલી ચોક પાસેથી રીક્ષા ચાલક વિજય વાલજીભાઇ ચાવડા, ગોંડલ રોડ નક્ષત્ર બીલ્ડીંગ પાસે કાર પ્લસ નામની દુકાન ધરાવતા અંકિત પરસોતમભાઇ વાસાણી, યાજ્ઞિક રોડ પરથી માસ્ક પહેર્યા વગર બેઠેલા મીલન અશ્વીનભાઇ પોપટ, ત્રીકોણબાગ પાસેથી રીક્ષા ચાલક દશરથસિંહ ભેરવસિંહ ચુડાસમા તથા બી ડીવીઝન પોલીસે સંતકબીર રોડ યાર્ડના નાલા પાસેથી જીતુ દેવીરામભાઇ સબાર તથા થોરાળા પોલીસે ૮૦ ફૂટ રોડ મોહનભાઇ સરવૈયા હોલ પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા મહેશ મનજીભાઇ પરમાર, નિલેશ દેવજીભાઇ વાવેસા તથા ભકિતનગર પોલીસે કોઠારિયા મેઇન રોડ પરથી રીક્ષા ચાલક નદીમ હનીફભાઇ શેખ, રીક્ષા ચાલક સંજય બટુકભાઇ દેવમુરારી, ભકિતનગર સર્કલ પાસે એ-ન્યુ પીઝા ટ્રી નામની ફાસ્ટ ફૂડની દુકાન ધરાવતા યશ ઘનશ્યામભાઇ મહેતા, કુવાડવા રોડ પોલીસે માલીયાસણ પાસેથી ઇમરાન અબ્દુલભાઇ કુકેરા, યુનુસ ઇલીયાસભાઇ સોરા આજી ડેમ પોલીસે સરધાર ગામ બસ સ્ટેન્ડ પાસે રોયલ પાન એન્ડ ચા ની દુકાન ધરાવતા મહેન્દ્ર ગોરધનભાઇ કુકડીયા, આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક જોનીશ જેન્તીભાઇ માલકીયા તથા માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ પી.ડી.એમ. કોલેજ પાસેથી શ્રી સાંઇ દાળ પકવાન નામની રેકડી પાસે ગ્રાહકો એકઠા કરનાર કિશન વિજયભાઇ જરીયા, સદ્દગુરૂ દાળ પકવાન નામની રેકડી પાસે ગ્રાહકો ભેગા કરનાર કિશોર જશરાજભાઇ મેકડીયા તથા પ્ર.નગર પોલીસે જંકશન રેલવે સ્ટેશન પાસેથી રીક્ષા ચાલક દિવ્યેશ કીરીટભાઇ જેઠવા, કસ્તુરબા રોડ પરથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા આરીફ ગુલામમહંમદભાઇ મીરા, સદર બજાર પોલીસ ચોકી પાસેથી એકટીવા ચાલક અફઝલ હારૂનભાઇ રાઉમા, રીક્ષા ચાલક નયન ચનાભાઇ રાઠોડ, રીક્ષા ચાલક ઇકબાલ ઇસ્માઇલભાઇ નોતીયાર, ગાંધીગ્રામ પોલીસે દોઢસો ફુટ રીંગ રોડ પરથી રીક્ષા ચાલક લખમણ ભતુભાઇ જોગરાણા, રૈયા રોડ પરથી રીક્ષા ચાલક માવજી નારણભાઇ જાદવ, બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી નાગજી બટુકભાઇ પરમાર તથા તાલુકા પોલીસે કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસેથી રીક્ષા ચાલક જેન્તી મોહનભાઇ પરમાર, પટેલ પાન નામની દુકાન ધરાવતા ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, મવડી રોડ પાટીદાર ચોક પાસેથી બોલેશો પીકઅપ જીપના ચાલક દેવા બાધાભાઇ ફાંગલીયા, કાલાવડ રોડ રોયલ પાર્ટી પ્લોટ પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા મનોજ હરિશચંદ્રભાઇ પ્રસાદ, સાધુસરમ રામફેર સહાની, રવિન્દ્ર સીરધન સહાની તથા યુનિવર્સિટી પોલીસે રૈયાધાર રામમઢુલી કૈલાસધારા શેરી નં. ૪ માં કોરોન્ટાઇન કરાયેલ ક્રુશીક પ્રફુલભાઇ ધડુક, સાધુ વાસવાણી રોડ પર આનંદ હેર આર્ટ નામની દુકાન ધરાવતા શાંતી લખમણભાઇ ગોહેલ, ઇલોરા કોમ્પ્લેક્ષમાં પટેલ પાન નામની દુકાન ધરાવતા અનીલ હરીભાઇ તાળા, રાજ પેલેસ ચોક પાસે ક્રિષ્ના ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા નરેન્દ્ર ભીખાભાઇ મેરને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:07 pm IST)
  • સુશાંત-રિયા ડ્રગ્સની સપ્લાયનું કનેકશન પાકિસ્તાન સુધી નીકળ્યું છે : NCB : ડ્રગ્સના દૂષણમાં બોલીવુડની ભૂતકાળ અને વર્તમાનની અનેક ખ્યાતનામ હસ્તીઓનાં નામની સંડોવણીની પણ શકયતા access_time 3:53 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત પાંચમા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 80,376 પોઝીટીવ કેસ સામે 87,081 દર્દીઓ સ્વસ્થ થયા : કોરોનાના કુલ કેસનો આંક 56,40,496 થયો: એક્ટીવ કેસ,ઘટીને 9,67,848 થયા : કુલ 45,81,820 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 1056 લોકોના મોત સાથે મૃત્યુઆંક 90,081 થયો access_time 12:55 am IST

  • કાલે નરેન્દ્રભાઇ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજયોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે : આ મીટિંગમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ રહેશે હાજર access_time 3:05 pm IST