Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

માઇનોરીટી બોર્ડના મેમ્બર ખુરશીદ દસ્તુરે રાજકોટમાં : કલેકટર સાથે મીટીંગ

લઘુમતીના પ્રશ્નો સ્મશાનને મળતી ગ્રાંટ સહિતના મુદ્દે સમીક્ષા : અન્ય તમામ ખાતાના અધિકારીઓને પણ બોલાવ્યા

રાજકોટ તા.૨૨ : દેશના માઇનોરીટી બોર્ડના  મેમ્બર શ્રી ખુરશીદ દસ્તુર આજે પોતાની ટીમ - અધિકારીઓ સાથે રાજકોટ આવ્યા છે. તેમણે  કલેકટર કચેરી ખાતે કલેકટર - એડી કલેકટર - કોર્પોરેશન - પોલીસ તંત્ર વિગેરે તમામ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મોટીંગ યોજી હતી.

મીટીંગમાં લઘુમતીના તમામ પ્રશ્નો , સ્મશાન અંગે જમીન કે  તે અંગેના ્પ્રશ્નો , પ્રાંત - મામલતદાર લેવલે આવતી ગ્રાંન્ટ સહિતના પ્રશ્નો અંગે સમીક્ષા કરાઇ હતી.

પ્રાંત  - મામલતદારોને મીટીંગમાં બોલાવાયા હતા. પરંતુ પ્રાંત-મામલતદાર લેવલે કોઇ ગ્રાંન્ટ આવતી ન હોય તે સંદર્ભે દરેક અધિકારીઓને પરત જવા કહેવાયુ હતુ. આ પછી કલેકટર - જીલ્લા પોલીસવડા, ડીડીઓ રાજકોટ શહેર - પોલીસ, કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.

(4:02 pm IST)