Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજકોટ જિલ્લામાં રૂપિયા ૩૪૮પ.૩૮ લાખના ખર્ચ પ્રવાસન ધામોનો વિકાસ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. રરઃ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે વિધાનસભામાં પૂછેલ પ્રશ્નના જવાબમાં પ્રશાસન મંત્રીએ રૂપિયા ૩૪૮પ.૩૮ લાખના ખર્ચે પ્રવાસન વિકાસના કામો થયાનું જણાવ્યું હતું.

પ્રવાસન મંત્રીએ કહ્યું કે, જેતપુર તાલુકાના મેવાસા મુકામે રામ મંદિર, કેરાડી મુકામે વિશ્વેશ્વર, વડા ડુંગરા મુકામે ખોડિયાર માતા મંદિર, કેરાડેશ્વર મહાદેવ, જેતપુર, જામકંડોરણા તાલુકાના થોરાળા મુકામે મોમાઇ માતા મંદિર, ગોંડલ તાલુકાના હડમતાલા મુકામે સીધેશ્વર મહાદેવ, મેસપર મુકામે મનમનેશ્વર મહાદેવ, ભોડેશ્વર મહાદેવ થોરડી, વિરપુુર, જામકંડોરણા મુકામે રીવર ફ્રન્ટ, ગોંડલ ખાતે ગોંડલી રીવર ફ્રન્ટના વિકાસની કામગીરી, રાજકોટ જિલ્લા ખાતે ભારત સરકારની સ્વદ.ેશ દર્શન સ્કીમ અન્વયે જુદા જુદા ૩ (ત્રણ) સ્થળોની કામગીરી.

આલ્ફ્રેડ હાઇસ્કુલ, રાજકોટને મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં ફેરવવાની કામગીરી, કબા ગાંધીનો ડેલો અને રાષ્ટ્રીય શાળાની કામગીરી, ખંભાલીડા ખાતે આવેલ બુદ્ધિસ્ટ કેવના વિકાસની કામગીરી વગેરેનો સમાવેશ થાય છે.

(3:48 pm IST)