Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રૈયા રોડ પર રાજુ મોતાણીએ ગાળો દેવાની ના પાડતા મિત્ર હાર્દિકસિંહે છરી ઝીંકી દીધી

રાજકોટ તા. રરઃ શહેરના રૈયા રોેડ ખોડીયાર હોટલ સામે કોળી યુવાને ગાળો દેવાની ના પાડતા મિત્ર સહિત બે શખ્સોએ ઉશ્કેરાઇને છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડના રાજનગર મફતીયા પરામાં રહેતો રાજુ ઉર્ફે રાજ મેરામભાઇ મોતાણી (ઉ.વ.ર૦) ગઇકાલે રૈયા રોડ પર ખોડીયાર હોટલની સામે હતો ત્યારે મિત્ર હાર્દિકસિંહ જાડેજા તથા તેની સાથે એક અજાણ્યો શખ્સ બંને ગાળો બોલતા હોઇ જેથી રાજુએ તેને ગાળો બોલવાની ના પાડતા હાર્દિકસિંહ જાડેજા તથા તેની સાથેના અજાણ્યા શખ્સે ઉશ્કેરાઇને ઝઘડો કરી પાઇપ તથા છરી વડે હુમલો કરી રાજુને ડાબા હાથમાં ઇજા કરી હતી. ત્યારબાદ રાજુને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગે રાજુ કોળીએ યુનિવર્સિટી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પી. એસ. આઇ. પી. એ. ગોહિલએ તપાસ હાથ ધરી છે.

(1:32 pm IST)