Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજકોટમાં વીજચોરી ઝડપી લેવા ૪૦ ટીમો ત્રાટકી

નાનામૌવા, રૈયા, વાવડી, માધાપર વિસ્તારમાં ઘનિષ્ઠ ચેકીંગ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી

રાજકોટ તા. ૨૨ : અહીં ખાતે આજે વહેલી સવારથી વીજચોરી ઝડપી લેવા વીજ કંપનીની ૪૦ ટુકડીઓ  ત્રાટકી  હતી.

આ અંગે સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ આજે સવાર થી જ કંપનીની કોર્પોરેટ ઓફિસની ૪૦ ટુકડીઓ ડે. એકઝીકયુટીવ ઈજનેર પી.જે. મહેતાના માર્ગદર્શન હેઠળ રાજકોટ ઝોન-૩ હેઠળના નાનામૌવા, વાવડી, રૈયા અને માધાપર વિસ્તારોમાં વીજ મીટરો અને વીજ કનેકશનોના ચેકીંગ માટે ત્રાટકી હતી.

આ તમામ ટુકડીઓ દ્વારા કોમર્શીયલ, ઈન્ડસ્ટ્રીયલ લાઇટીંગ અને રેસીડેન્સીયલ તમામ પ્રકારના વીજ કનેકશોનું ચેકીંગ શરૂ કરાયુ હતુ.

તમામ ચેકીંગ સ્કવોડ સાથે એકસઆર્મીમેન , વીજીલીન્સ પોલીસ અને વિડીયોગ્રાફર તેની સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

(1:31 pm IST)