Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

આ સપ્તાહના અંતમાં સાર્વત્રિક વરસશે?

રાજકોટમાં રવિવારની સમી સાંજે સવા બે ઈંચ : મોસમનો કુલ ૬ ઈંચઃ આજે પણ બપોર બાદ વરસાદ પડશે : આ અઠવાડીયે કોઈ - કોઈ જગ્યાએ છુટાછવાયા સ્થળોએ વરસવાનું ચાલુ રહેશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૨૨ : હાલમાં વરસાદ માટે વાતાવરણ સાનુ કૂળ છે. પવનો પણ ફેવરેબલ છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં આ સપ્તાહમાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે તો આ સપ્તાહના અંતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ્સ બની રહી છે. હાલના અનુમાનો મુજબ આ સિસ્ટમ્સની અસરથી તા. ૨૮ થી ૩૦ જુલાઈ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. દરમિયાન આ સપ્તાહમાં પણ છુટાછવાયા સ્થળોએ વરસાદ પડશે. ટૂંકમાં જે વરસાદની ઘટ છે તે પૂરી થઈ જાય તેવી સંભાવના છે.

આજે પણ બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે. દરમિયાન રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે ૬૦.૨ મી.મી. (સવા બે ઈંચ) પાણી પડ્યુ હતું. જયારે મોસમનો કુલ ૬ ઈંચ (૧૫૩ મી.મી.) પાણી પડ્યુ છે.

(11:56 am IST)