Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજકોટ એસટીના નવા ડીસી. યોગેશ પટેલ : ચાર્જ સંભાળ્યો

શનિવારે ચાર્જ સંભાળી જોઇનીંગ લીવ પર : ગુરૂવારે આવશે

રાજકોટ, તા. ર૧ : રાજકોટ એસટી ડીવીઝનના ડીસીશ્રી દિનેશ જેઠવાની બદલી થતા તેમના સ્થાને મહેસાણાથી ડિવીઝનલ નિયામક તરીકે શ્રી યોગેશ પટેલની નિમણુંક થઇ છે.

નિમણુંક બાદ ગત શનિવારે જ નવા ડીસી શ્રી યોગેશ પટેલે ચાર્જ સંભાળી લીધો હતો, અને સ્ટાફ પાસેથી બસ, રૂટ, આવક સહિતની વિગતો મેળવી હતી.

આજે સવારે ''અકિલા'' સાથેની ટેલફોર્નિક વાતચીતમાં તેમણે ઉમેર્યુ હતું કે શનિવારે પોતે ચાર્જ સંભાળી જોઇનીંગ લીવ ઉપર ગયા છે. ગુરૂવારે ફરી રાજકોટ ખાતે આવી પહોંચશે.

અત્રે એ નોંધનીય છે કે, ગુજરાતમાં સૌથી મોટુ ડીવીઝન મહેસાણા છે, અને ત્યાં બહોળો અનુભવ ધરાવતા શ્રી યોગેશ પટેલ હવે રાજકોટ ડિવીઝનને સંભાળશે.

(11:56 am IST)