Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

નટરાજનગરમાં દારૂડીયા શખ્સે ધમાલ મચાવી : પટેલ મહિલા પર નિર્લજ્જ હુમલો

પોલીસે પકડવા જતા ધમાલ મચાવી કારમાં માથુ ભટકાડ્યું : યોગેન્દ્ર બારીયા હોવાનું ખુલ્યુ

રાજકોટ : યુનિવર્સિટી રોડ પંચાયત ચોક પાસે નટરાજનગરમાં દારૂડીયા શખ્સે કારનો પીછો કરી કારમાં બેઠેલ પટેલ મહિલાનું બાવળુ પકડી નિર્લજ્જ હુમલો કરી પોતાનું માથુ કારના કાચમાં ભટકાડી ધમાલ મચાવી હતી. આ બનાવમાં પટેલ મહિલાએ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પંચાયત ચોકમાં કૈલાસ પાર્કમાં રહેતા મોનીકાબેન અક્ષયભાઇ ઉર્ફે ગૌરવભાઇ સખીયા (ઉ.વ.ર૩)એ મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે તેના પતિ સાથે રાત્રે કારમાં ચંદ્રેશનગર મેઇન રોડ પર સરદાર પટેલભવનથી ઘરે જતા હતા ત્યારે કે.કે.વી. હોલ પસાર કરી બ્રીજ ઉપરથી ઉતરી નીતા ટ્રાવેલર્સની ઓફીસ પાસે પહોંચતા પાછળ એક હોન્ડા મોટર સાયકલ ચાલક અમારો પીછો કરતા જોવામાં આવતા મારા પતિએ રવીરત્ન પાર્ક મેઇન રોડ ઉપર કારવાળી લેતા આ હોન્ડા ચાલકે તે તરફ અમારી પાછળ પીછો  કર્યો હતો અને અમો રવીરત્ન પાર્ક મેઇન રોડ ઉપર નટરાજ નગર શેરી નં. ૧માં મિત્ર નિર્મિતભાઇ પટેલના ઘર પાસે કાર ઉભી રાખી નિર્મિતભાઇને જાણ કરતા તે ઘરની બહાર આવી ગયા હતા અને બાઇક ચાલક અમારી કાર પાસે પોતાનું બાઇક ઉભુ રાખી દીધુ હતું. બાદ પતિ અક્ષયભાઇએ કારનો કાચ ખોલી કોનું કામ છે તેમ કહેતા તેણે કહેલ કે કામ હોય તો જ પાછળ આવ્યો હોય તેમ કહી તેના બાઇક પરથી નીચે ઉતરતા પતિ અક્ષયભાઇ કારમાંથી ઉતરી મિત્ર નિર્મિતભાઇના ઘરમાં જવા ગયેલ ત્યારે આ શખ્સે મારૂ બાવડુ પકડી વાળ ખેંચવા લાગેલ  અને મને પકડી બાથ ભરવા જતા મારા પતિ તથા નિર્મિતભાઇ દોડી મને છોડાવેલ જેથી હું ભાગીને નિર્મિતભાઇના ઘરમાં જતી રહેલ બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ કે.જે. વાઘોશી સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યારે દારૂના નશામાં ચૂર શખ્સને પકડવા જતા તે ણે પોલીસ સાથે ગાળા ગાળી કરી દેકારો બોલાવી ધમાલ મચાવી હતી અને પોતાનું માથુ પોલીસ વેનમાં કમાન સાથે ભટકાડી ફોડી નાખ્યુ હતું. તેને લોહી નીકળતા પોલીસ ૧૦૮ને બોલાવી હતી. પોલીસે તપાસ કરતા આ શખ્સનું નામ યોગેન્દ્ર બારીયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં પટેલ મહિલા મોનીકાબેને આ શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા મહિલા પોલીસ મથકના પીએસઆઇ એચ.ડી. સોલંકી અને હાજીભાઇએ તપાસ આદરી છે.

(2:50 pm IST)
  • વટામણ-ધોલેરા હાઇવે ઉપર પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ પુરાવી નીકળેલ બાઇક ચાલક એસ.ટી. બસ વચ્‍ચે થયેલ અકસ્‍માતમાં યુવકનું મોત થયું છે access_time 11:24 pm IST

  • જામનગરના દંડકદડ ગામના વૃદ્ધ ખેડૂત દેવસિંહ જાડેજાએ વાવેતર નિષ્‍ફળ જવાની બીકે આત્‍મહત્‍યા કરી હોવાનું જાણવા મળે છે access_time 11:24 pm IST

  • પોરબંદર અરબી સમુદ્રમાં કરંટ : વધુ મોજા ઉછાળ્યા :કિનારે સમુદ્ર ખેડવાની છૂટ નહિ હોવા છતાં પીલાણ દરિયામાં: ત્રણ પીલાણ તૂટી પડ્યા: 15 લોકોનો આબાદ બચાવ : બે પીલાણમાંથી ચાર મશીનો દરિયામાં ગરકાવ અંદાજે કુલ 15 લાખનું નુકશાન : સવારે સોમનથના દરિયા કિનારે લાંગરેલ પીલાણમાંથી એક શખ્શ બાજુના પીલાણમાં જતા પગ લપસતાં ખાડીમાં પડી ગયો હતો જેને બચાવી હોસ્પિટલમાં દાખલ કરાયો છે access_time 10:20 pm IST