Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

એટીએમ સેન્ટરોમાં સેનિટાઇઝર મુકો

કોરોનાનું સંક્રમણ રોકવા ઠેકઠેકાણે  તંત્રો દ્વારા જનજાગૃતિનું કામ કરવામાં આવે છે. લોકોને વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવા અને બહાર ફરજમાં હોવ કે ઇમર્જન્સી કામ માટે બહાર નીકળ્યા હોવ તો સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સમજ અપાય છે. પરંતુ શહેરના એકપણ એટીએમ સેન્ટરમાં સેનિટાઇઝરની સુવિધા નથી. અહિ સેનિટાઇઝર ફરજીયાત મુકવા જોઇએ તે જરૂરી છે. એટીએમનો લોકો હાલમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. બહારથી આવતાં લોકો એટીએમ મશીનની સ્વીચનો ઉપયોગ કરે ત્યારે સંક્રમણ લાગવાનો સતત ભય રહે છે. જે તે બેંકના એટીએમ સેન્ટરોમાં સેનેટાઇઝર સુવિધા હાલના સંજોગોમાં હોવી જ જોઇએ તેવું જાગૃત નાગરિકોનું મંતવ્ય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:47 pm IST)