Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

આકાશ દાવડાએ અનોખું સેનેટરાઇઝર મશીન બનાવ્યું

પગથી ઓપરેટ થતુ હેન્ડ સેનેટરાઇઝ મશીનઃ ઉષા મશીન ટુલ્સના સંચાલકે છકલાકમાં મશીન નિર્માણ કર્યુઃ ઓફિસ - ફેકટરી - હોસ્પિટલ જાહેર સ્થળો માટે ખુબ ઉપયોગી મશીનઃ રૂ.૧૯પ૦માં માર્કેટમાં મુકયુ

રાજકોટ તા.૨૨ : કોરોના હાહાકાર મચાવે છે, સર્વત્ર લોકડાઉન છે ત્યારે રાજકોટની કારીગરી સમાજને ઉપયોગી થવા સક્રિય છે. રાજકોટના  આકાશ  દાવડાએ અનોખુ  સેનેટરાઇઝર   મશીન બનાવ્યું છે.

રાજકોટમાં પાંચ દાયકાથી ધમધમતુ ઉષા મશીન ટુલ્સ વિવિધ સ્પેર-પાર્ટસનું નિર્માણ કરે છે. હાલ લોકડાઉનના કારણે વ્યવસાય બંધ છે. ઉષા મશીન ટુલ્સના સંચાલક આકાશ મહેન્દ્રભાઇ દાવડાએ મહામારીમાં સમાજને ઉપયોગી થતા પોતાની કલાકારીગીરી સુજ કામે લગાવીને અનોખું સેનેટરાઇઝર મશીન બનાવ્યું છે.

આકાશભાઇ કહે છે કે, એક દિવસ  રાત્રે ૧૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી થ્યો અને મશીન તૈયાર થઇ ગયું. જો કે આ મશીન માટેના જરૂરી પાર્ટસ એકઠા કરવામાં પરમ મિત્ર હિતેશ હરિભાઇ ડાંગરનો પુર્ણ સહયોગ મળ્યો હતો.

અનોખા સેનેટાઇઝર મશીન અંગે આકાશભાઇ કહે છે કે, મશીનમાં રહેલો એક પાઇપ પગથી થોડો દબાવવાથી સેનેટરાઇઝરના બે બુંદ હાથમાં આવશે અને હાથમાં કલીન કરી શકાશે. આ મશીન ખુબ જ હળવુ અને નાજુક છે. સરળતાથી કોઇ પણ સ્થળે હેરફેર થઇ શકે છે. સ્પ્રિંગ આધારીત મિકેનિઝમ રખાયંુ છે. જેથી મશીનમાં બગડવા પણુ નથી. આકાશભાઇ કહે છે કે, અમે વિશ્વકર્મા દેવના સંતાનો છીએ, તેમની કૃપાથી આ મશીન નિર્માણ થયું છે.

ઉષા મશીન ટુલ્સ દ્વારા પ્રથમ ૧૦ મશીન વિનામૂલ્યે સેવામાં આપવાનો નિર્ણય કરાયો છે. કલેકટર કચેરી, પોલીસ કમિશ્નર કચેરી, મહાનગરપાલિકા, સફાઇ વિભાગા વોર્ડ ઓફિસર વગેરે સ્થાનો પર ૧૦ મશીન મુકાશે.

આકાશભાઇ કહે છે કે, સેનેટરાઇઝર બોટલ વિવિધ લોકો દ્વારા વપરાતી હોય છે. ઉપરાંત બોટલમાંથી વધારે પ્રમાણમાં પ્રવાહી વહી જતુ હોય છે. આ કારણે સેનેટરાઇઝર મશીન નિર્માણ કરાયુ છે.

આકાશભાઇ કહે છે કે, રો-મટીરિયલ્સ ઉપલબ્ધ થાય તો અમે દરરોજ પ૦૦ મશીન બનાવવાની ક્ષમતા ધરાવીએ છીએ. મશીનની કિંમત ૧૯પ૦ રાખવામાં આવી છે. મશીન અંગે વધારે વિગતો માટે આકાશભાઇ મો.૯૪ર૮ર ૦ર૦૩૩ નંબર પર સંપર્ક થઇ શકે છે.

(3:48 pm IST)