Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

હિન્દુ-મુસ્લિમ મિત્રોનો અનોખો સેવાયજ્ઞઃ દરરોજ અઢી હજાર લોકોની આંતરડી ઠારે છે

રાજકોટઃ વિશ્વ આખામાં આવી પડેલી આ વિકટ પરિસ્થિતીમાં કોરોના વાયરસનાં ભયમાં લોકડાઉન ફરજિયાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ. જેના સંદર્ભે આર્થિક રીતે પછાત તેમજ સમાજના ખુબ જ ગરોબ લોકો તથા પરપ્રાંતીય મજુરોની વસતી પણ રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તાર માં હોય તેમને ભોજન-અનાજ પહોંચાડવા, તેઓની જઠરાગ્નિ ઠારવા 'મદ્રેસા - એ-નુરુલ ઇસ્લામ' તથા કેટરિંગ ગ્રુપ દ્વારા ૨૨ માર્ચ ૨૦૨૦ થી રસોડુ ચાલુ કરવા માં આવેલ છે. જેમાં આશરે દરરોજ ૨૨૦૦ થી ૨૫૦૦ ગરીબ લોકો ના ઘર સુધી સાંજે ૬ થી ૯ સુધી શુદ્ઘ સાત્વિક ભોજન આપવામા આવે છે. આજ સુધી ૬૨૦૦૦ થી ૬૪૦૦૦ વ્યકિત ને ભોજન આપેલ છે ને હાલ પણ આ સેવાયજ્ઞ અવિરત પણે ચાલુ છે.

રાજકોટ ના વિસ્તારો જેવા કે માલિયાસણ , રુખડીયા, શાપર, ચુનારાવાડ, રૈયા ગામ, લક્ષમિનગર, રાણીમાં રૃંડિમાં ચોક, રૈયાધાર, ભિલ્વાસ, તેમજ અન્ય વિસ્તારોમાં કુલ મળીને ૨૨૦૦ થી ૨૫૦૦ લોકો ને દરરોજ અલગ અલગ કાઠિયાવાડી ભોજન આપવામા અવે છે.

જેમ કે છોલે ચણા, પાલક રાઇસ, વઘારેલિ ખિચડી, પાઉભાજી દહીં, દમ આલુ અને રોટલી વગેરે દરરોજ અલગ અલગ વાનગીઓ આપવામા આવે છે, સાથે છાશનું પણ વિતરણ કારવામાં આવે છે. સાથોસાથ રાજકોટના ઘણા આર્થિક રીતે પછાત તથા ગરીબ પરિવારને ઘરે જઇ પરિસ્થિતિ પ્રમાણે અનાજ કરિયાણાની એક પરિવાર ને ૧૫ દિવસ ચાલે તે પ્રમાણેની કીટ આજ સુધી માં ૧૮૦૦ અનાજ કિટ ગરીબ જરુરિયાત મંદને ઘરે પોહચાડેલ છે. હાલ પણ કિટનું વિતરણ ચાલુ છે.

આ સમગ્ર કાર્યગ્રુપ ના મેમ્બરો / સ્નેહિયો / સગાવ્હાલાઓના સહયોગ થી કરવામાં આવે છે તથા 'કાઠીયાવાડ જીમખાના' ના હોદેદ્દારો - નરેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ બલદેવ, દિલીપસિંહ રાણા, પ્રવિણચંદ્ર પુજારા, અરુણભાઈ દેસાઈ તથા તમામ કારોબારી સભ્યનો ખુબજ સરસ સહકાર મળેલ છે.

આ સમગ્ર કાર્ય છેલ્લા ૨૨ માર્ચ ૨૦૨૦ થી 'કેટરિંગ ગ્રુપ' તથા 'મદ્રેસા- એ - નુરુલ ઇસ્લામ'ના સર્વે મેમ્બરોના સહયોગથી- મેહુલભાઈ રાડીયા, શ્યામભાઈ રાડીયા, હારૂનભાઈ મેતર, ઝાબિરભાઈ સોલંકી (નુરાભાઈ), પુષ્પકભાઈ મજેઠીયા, મિલનભાઈ તલાટીયા (રાજુભાઈ), પરાગભાઈ તલાટીયા, નિલેશભાઈ સોલંકી, પ્રકાશભાઈ શીંગાળા, ગૌતમભાઈ ચૂડાસમા, દિક્ષિત ભટ્ટ, જીતેન્દ્રભાઈ મેહતા, ફઝલભાઈ શિશોગિયા, દિનેશભાઈ ભટ્ટી, રાજુભાઈ કીકાણી, મોહસીનભાઈ સોલંકી, અસ્લમભાઈ ગવલી, ધનરાજભાઈ, ધર્મેન્દ્રભાઈ ચંદારાણા, યુસુફ મોહેલ, સંજયભાઈ પરમાર, મુસ્તાકભાઈ અંસારી, ઇમ્તિયાઝભાઈ દલ, આલમભાઈ અન્સારી, મહમદભાઈ મોહેલ, લક્ષ્મણ, રાસિદખાન, આરીફ્ભાઈ સોલંકી, ઇલ્યાસભાઈ સોલંકી, હૈદરભાઈ સોલંકી, મોહસીન શેખ, અશરફભાઈ અગવાન, અમીનભાઈ હાજીયાણી, સંદીપભાઈ ઠુમ્મર(માટેલ ડેરી) જેવા ૫૦ મેમ્બરો અથાગ મેહનત કરી રાજકોટ શહેરના આજુબાજુના વિસ્તારો માં સ્વાદિષ્ટ ભોજન અને અનાજ કીટ દરરોજ પહોંચાડવામાં આવે છે.

ઉપરોકત તમામ નામી અનામી સભ્યો શારિરિક/ આર્થિક રીતે મદદરુપ થઇ સહભાગી થયા છે. ઉપરોકત કાર્ય માં રાજકોટ ના દીલેર શહેરોજનોને પણ અપિલ/ વિનંતિ છે કે કોઇ ફુલ નર્હિ તો ફુલની પાંખડી રુપે પોતાની જાતે અમારા રસોડાની મુલાકાત લઈ અનુદાન આપી શકે છે.

જે માટે અમારા મેમ્બર મેહુલભાઈ રાડીયા- ૯૮૯૮૩૯૩૮૯૮ સંપર્ક સાધવો.

રસોઇ ઘર બપોરે ૧૨ થી ૫ સાંજે - એડ્રેસ - 'કાઠિયાવાડ જીમખાના', જાગનાથ પ્લોટ શેરી નં ૨ ની સામે, જીમખાના મેઇન રોડ, રાજકોટ.

(3:43 pm IST)