Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

જૈન ચૈત્રી પંચાગનું લોકાર્પણ

 રાજકોટઃ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવના પાવન દિવસે રાજકોટ જૈન સમાજના અગ્રણી  ચંદ્રકાંતભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, કૌશિકભાઈ વિરાણી, મનોજભાઈ ડેલીવાળા, હરેશભાઈ દોશી, હિતેષભાઈ બાટવીયા, શિરિષભાઈ બાટવીયા, કિરીટભાઈ શેઠ, રજનીભાઈ બાવીશી, નિલેશભાઈ શાહ વિગેરેના વરદ્દ હસ્તે જૈન ચૈત્રી પંચાગનું લોકાર્પણ કરવામાં આવેલુ. આ પ્રસંગે મોહનભાઈ કુંડારીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં દરેક સંપ્રદાય તથા સંઘોની વિગત, સામાજિક સંસ્થાઓ, ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સંપર્ક નંબર, રાજકોટમાં આવેલ વિવિધ હોલ, જૈન બોર્ડીંગ, જૈન ભુવન, વૈયાવચ્ચ પ્રેમી શ્રાવકો, મહિલા મંડળ તથા સેવાભાવી ડોકટરો તથા સેવાભાવી સંસ્થાઓની યાદિ, ચોઘડીયા, પચ્ચખાણનુ મહત્વ, રાજકોટના સ્થાનકવાસી, દેરાવાસી તેમજ દિગમ્બર સમાજના ધર્મ સ્થાનકોના સંપર્ક નંબર સહિતની માહિતી, તીથઁકર પરમાત્માઓના કલ્યાણકોની વિસ્તૃત વિગત, ઉપકારી પૂ.સંતોની દીક્ષા એવમ્ પૂણ્યતિથિ, વિવિધ ગૌશાળા - પાંજરાપોળની વિગત, ઉપરાંત ઘણી બધી ઉપયોગી માહિતી પંચાગમાં આવરી લેવામાં આવેલ છે. વિશેષ માહિતી માટે ચંદ્રકાન્તભાઈ શેઠ (મો. ૯૮૨૪૦ ૪૩૭૬૯) તથા ડોલરભાઈ કોઠારી (મો. ૯૮૨૫૩ ૧૭૩૩૩)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)
  • ત્રીજા ચરણમાં ૧૧૬ બેઠકોઃ અડધાથી વધુ બેઠકો ઉપર ભાજપનો કબ્જોઃ આ વખતે રાહ સરળ નથી: કાલે ૧પ રાજયોની ૧૧૬ બેઠક પર મતદાનઃ આ ચરણમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પરઃ જીતેલી બેઠકો જાળવી રાખવા પડકારઃ ત્રીજા ચરણની અડધાથી વધુ બેઠકો ભાજપ પાસે છેઃ કાલે વાયનાડથી રાહુલ ગાંધીના ભાગ્યનો પણ ફેંસલો થશેઃ ર૦૧૪ માં ૧૧૬ બેઠકોમાંથી એનડીએને ૬૭ બેઠકો મળી હતીઃ આમાંથી ૬ર બેઠક પર ભાજપ,૪ શિવસેના અને એક એલજેપીએ જીતી હતીઃ યુપીએને ર૬ બેઠકો મળી હતી જેમાં કોંગ્રેસને ૧૬, રાજદ ર, એનસીપી ૪, મુસ્લિમ લીગ ર, અને ૧ કેરળ કોંગ્રેસને મળી હતી. access_time 3:58 pm IST

  • શ્રીલંકામાં થયો વધુ એક બૉમ્બ ધડાકો : બૉમ્બ ડિફ્યુઝલ સવોડ દ્વારા, મળી આવેલ એક બૉમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયો બૉમ્બ બ્લાસ્ટ : અત્યાર સુધીમાં અધધધધ 87 જીવતા બૉમ્બ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. access_time 6:32 pm IST

  • ઇન્દોરમાં સ્વાઈનફ્લૂનો હાહાકાર ;ગરમીના દિવસોમાં પણ સ્વાઈનફ્લૂનો ફૂફાડો : દર બીજા દિવસે એક દર્દીનું મોત : 35 વર્ષીય મહિલાના મોટ બાદ આ ઘાતક બીમારીથી મૃતકોની સંખ્યા વધીને 60 ના આંકે પહોંચી : છેલ્લા સાડા ત્રણ મહિનામાં સ્થાનિક હોસ્પિટલમાં 206 સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા access_time 1:04 am IST