Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સરકારી અને સહકારી ક્ષેત્રની શાન સ્‍વ.વલ્લભભાઇ પટેલની ૧૦૦મી જન્‍મ જયંતી

આજથી ૭૦ વર્ષ પહેલા સુશીલાબેનના જીવનસાથી બની કડવા-લેઉવા પાટીદાર લગ્ન સબંધની શરૂઆત કરેલગોંડલનું કોલીથડ જન્‍મભૂમિઃ રા.લો.સંઘ અને જિલ્લા બેંકમાં ચેરમેન, જિલ્લા પંચાયતમાં પ્રમુખ, રાજયમાં આરોગ્‍ય મંત્રી તરીકે સેવા આપેલ

રાજકોટ તા. રર : ગુજરાત રાજયના પૂર્વ આરોગ્‍ય મંત્રી સ્‍વ. વલ્લભભાઇ પોપટભાઇ પટેલને ખેડુતો કિસાન નેતા તરીકે અને સહકારી જગતના લોકો આ ક્ષેત્રના મુઠ્ઠી ઉચેરા આગેવાન તરીકે સુપેરે ઓળખે જ છે. પણ વલ્લભાઇ માત્ર ખેડુતો અગ્રણી સહકારી આગેવાન કે રાજયના મંત્રી તરીકે જ જાણીતા ન હતા. તેમની સિધ્‍ધીઓ વિવિધ ક્ષેત્રમાં હતી અને તેમની પ્રતિભા બહુમુખી હતી તેમની ર૩ માર્ચે ૧૦૦મી જન્‍મ જયંતી નિમિતે તેમના જીવનને લગતી ઝલક અમે પ્રસ્‍તુત છ.ે

જન્‍મ તા.ર૩/૩/૧૦ર૩ સ્‍થળ. દાંતીવાડ તાલુકો ગોંડલ. વલ્લભભાઇ ફકત પાંચ માસના હતા ત્‍યારે તેમના પિતા શ્રી પોપટભાઇનો સ્‍વર્ગવાસ થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોલીથડની ગ્રામ્‍ય શાળામાં મેટ્રીક સુધી ગોંડલને સગ્રામજી હાઇસ્‍કુલમાં અભ્‍યાસ કર્યો ૧૯૪૩માં મેટ્રીક પાસ થયા.

પહેલા ધોરણથી મેટ્રીક સુધી શાળામાં સતત પ્રથમ નંબર અને મેટ્રીકમાં ગોંડલ રાજયમાં પ્રથમ નંબર મેળવ્‍યો હતો.

ભાવનગરની શામળદાસ કોલેજમાં ૧૯૪૭ માં બી.એ.થયા પુનાની લો કોલેજમાં ૧૯૪૯માં એલ.એલ.બી.અને પુનાની કો-ઓપરેટી ટ્રેનીંગ કોલેજમાં એચ.ડી.સી. (હાયર ડીપ્‍લોમાં ઇન કો.ઓપરેશન) થયા.

૧૯૪૯માં જિલ્લા સહકારી અધિારી તરીકે સરકારી નોકરીમાં જોડાયા.

૧૯પ૩માં વલ્લભાઇએ લેઉવા પટેલ સુશીલાબેન પટોળીયા સાથે લગ્નગ્રંથિથી જોડાઇને સૌરાષ્‍ટ્રમાં સૌ પ્રથમ કડવા-લેઉવા લગ્ન સંબંધની શરૂઆત કરીને દાખલો બેસાડયો. તેમજ ફકત ૧૧ માણસોની જાન તથા કેળના ૪ સ્‍તંભના મંડપ વચ્‍ચે સાદાઇથી લગ્ન કરીને સામાજિક સુધારાની દિશામાં અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડયું.

૧૯પ૩માં તેમને વાંકાનેર તાલુકા ખેડુત બેન્‍કના મેનેજર તરીકે સરકારમાંથી મોકલવામાં આવ્‍યા.

૧૯પ૦મા જામજોધપુરમાં વિકાસઘટક અધિકારી તરીકે કામગીરી બજાવી.

૧૯પપમાં રાજકોટ જિલ્લાના સહકાર ખાતાના આસીસ્‍ટન્‍ટ રજિસ્‍ટ્રાર બન્‍યા.

૧૯પ૭માં પ્રતિકુળ જગ્‍યાએ બદલી થવાથી સ્‍વમાનપિય વલ્લભભાઇએ સહકારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું

સરકારી નોકરી છોડયા પછી જીવન વીમા નિગમના મેનેજર બન્‍યા અને અખિલ ભારતીય ક્ષેત્રે ત્રીજુ સ્‍થાન પ્રાપ્‍ત કર્યું.

૧૯પ૮માં રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડીરેકટર તરીકેથી સહકારી કારર્કિદીનો આરંભ કર્યો

૧૯પ૯માં રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ બન્‍યા.

૧૯૬૦ માં રાજકોટ જિલ્લા સહકારી સંઘના માનદ્દમંત્રી બન્‍યા ૧૯૬રમાં કોંગ્રેસના ટેકેદાર તરીકેથી રાજકીય ક્ષેત્ર પ્રવેશ. ૧૯૬૩માં રાજકોટ તાલુકાના પંચાયતના સભ્‍ય બન્‍યા ૧૯૬૪માં રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિનહરીફ ચુંટાઇ આવ્‍યા તેમની પાસે બહુમતી હોવા છતા પ્રમુખ ન બને તેવા ચક્રો ગતિમાન થતા વલ્લભભાઇએ બળવો કર્યો અને બહુમતીથી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્‍યા.

૧૯૬૪માં સાથોસાથ રાજકોટ જિલ્લા સહકારી  બેકના પ્રમુખ પણ બન્‍યા અને મૃત્‍યુ સુધી આ પદે રપ વર્ષ સુધી રહ્યા.

૧૯૬૭ ની લોકસભાની ચૂંટણીમાં સ્‍વતંત્ર પક્ષના ઉમેદવાર શ્રી મીનુ મસાણી સામે પાંચેક હજાર મતથી હાર્યા વલ્લભભાઇની ર૭ વર્ષની જાહેરજીવનની કારકિર્દિની આ એકમાત્ર હાર હતી તે પછી કદી તેઓ નાની કે મોટી ચુંટણીના પરાજિત થયા ન હતા.૧૯૬૮ માં બીજી વખત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા.

૧૯૭ર માં રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્‍યક્ષ બન્‍યા.

૧૯૭ર માં પંચાયત અને સહકારી ક્ષેત્રે કરેલા કામની કદરરૂપે અમેરિકાની સરકારે તેના મહેમાન તરીકે નિમંત્રણને ૪પ દિવસ સુધી અમેરિકાએ વિવિધ ક્ષેત્રે કરેલી પ્રગતિ નિહાળવાની તક આપી.

૧૯૭૩ માં કોંગ્રેસમાંથી બરતરફ થયા બાદ અમરેલી ખાતે અભૂતપૂર્વ ખેડૂત સંમેલન યોજાયુ, જેમાં વલ્લભભાઇને ‘છોટે સરદાર' નું બિરૂદ અપાયું હતું.

૧૯૭૪ માં રાજકોટમાં શ્રી પી. વી. ટ્રસ્‍ટ હેઠળ આજની ધમસાણીયા કોમર્સ કોલેજ અને કણસાગરા મહિલા કોલેજની સ્‍થાપના કરી.

૧૯૭૪ માં ગુજરાત કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન (ગુજકો માસોલ)ના ઉપપ્રમુખ બન્‍યા.

૧૯૭૪ માં કિસાન મજદુર લોકપક્ષ (કિમલોપ)ની સ્‍થાપના કરી, તેના પ્રથમ કમીશ્નર બન્‍યા.

૧૯૭પ માં કિમલોપના સભ્‍ય તરીકે ગુજરાત વિધાનસભામાં જુનાગઢ જિલ્લાના માણાવદર મત વિસ્‍તારમાંથી ચૂંટાયા અને જનતા મોરચાની સરકારને ટેકાવાળી.

૧૯૭૭ માં જનતા પક્ષના ગુજરાત એકમના ઉપપ્રમુખ બન્‍યા.

૧૯૭૭ માંથી અશોક મહેતાના અધ્‍યક્ષપદે રચાયેલી પંચાયતીરાજ અંગેની સમિતિના સભ્‍ય તરીકે નિમણુંક પામ્‍યા.

૧૯૭૭ માં ઇન્‍ડિયન ઓઇલ સીડ ડેવલોપમેન્‍ટ કાઉન્‍સીલના પ્રમુખ બન્‍યા.

૧૯૭૭ માં ઇફકોના ડીરેકટર બન્‍યા અહીં મૃત્‍યુપર્વના ઇફકોમાં ચાલુ રહ્યા.

૧૯૭૯ માં નાફેડના ડીરેકટર બન્‍યા બાદમાં નાફેડના શિનિષ્‍ટ વાઇસ ચેરમેન પણ બન્‍યા. ૧૯૭૯ થી ૧૯૮૯ સુધી મૃત્‍યુ પર્યંત તેઓ નાફેડમાં રહ્યા.

૧૯૭૯ માં જનતા પક્ષમાંથી રાજીનામું આપ્‍યું.

૧૯૮૦ માં વિધાનસભામાં રાજકોટ જિલ્લાના પડધરી-ટંકારા મત વિસ્‍તારમાંથી અપક્ષ ચૂંટાઇ આવ્‍યા.

૧૯૮૦ માં કોંગ્રેસ (આઇ) માં પ્રવેશ.

૧૯૮પ માં વિધાનસભામાં પડધરી-ટંકારા મત વિસ્‍તારમાંથી સતત બીજી વખત ચૂંટાયા. પ૧ હજારથી વધુ મતની લીડ મેળવી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સરસાઇ પ્રાપ્ત કરનાર ઉમેદવાર બન્‍યા.

૧૯૮પ માં આરોગ્‍ય, કુટુંબ કલ્‍યાણ, પાણી પુરવઠા અને ગૃહ નિર્માણ ખાતાના પ્રધાન બન્‍યા.

વલ્લભભાઇના સાડાચાર વર્ષના પ્રધાનપદ દરમ્‍યાન તેમણે મેળવેલી સિધ્‍ધીઓ

૧૯૮પ માં સરકાર સામેના અનામત વિરોધી આંદોલનનું તેમણે હસ્‍તે સમાધાન

૧૯૮પ માં જ સરકારી કર્મચારીઓની હડતાલનું વલ્લભભાઇની મધ્‍યસ્‍થીતી સમાધાન.

૧૯૮૬ માં ગુજરાત રાજયને કુટુંબ કલ્‍યાણ ક્ષેત્રે દેશમાં ૧૭મા સ્‍થાનમાંથી પ્રથમ સ્‍થાન અને અઢી કરોડ રૂપિયાનું ઇનામ અપાવ્‍યું.

દાતાઓ પાસેથી આરોગ્‍ય અને તબીબી સેવાઓ માટે રૂા. રપ કરોડનું દાન મેળવનાર પ્રથમ આરોગ્‍ય મંત્રી બન્‍યા.

પ૪૦ નવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, ૮૦ નવા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, અને ૯ નવી નર્સીંગ સ્‍કૂલો ખોલ્‍યા.

છ હજાર નોમોર્સ નામોને પાણી પુરવઠા યોજના પુરી પાડી.

૧૯૮પ થી ૧૯૮૮ ના ત્રણ વર્ષના ઉપરાઉપરી દુકાળમાં રપ હજાર. પાણીના યોજના કરાવ્‍યા.

જ્ઞાતિ ભારતીય અને ધર્મ એ માનવધર્મ એવી દ્રઢ માન્‍યતા વલ્લભભાઇ ધરાવતા હતાં. આ મૂલ્‍યોને તેઓ વળગી રહ્યા હતા  ૧૯૦પ થી તેમના કુટુંબમાં ઘુંઘટ  પ્રથાને તિલાંજલી અપાઇ હતી.

વલ્લભભાઇને દરરોજ શ્રીમદ ભાગવત ગીતાાનો પાઠ કરવાની ટેવ હતી. ગીતાના અઢારેય અધ્‍યાય તેમને કંઠસ્‍થ હતાં.

વલ્લભભાઇ દરેક કામ પ્રાણ રેડીને કરતા સતત પ્રવાસ અને સતત કામની ટેવના ગુણને કારણે સૌરાષ્‍ટ્ર રાજયના તત્‍કાલીન મુખ્‍યમંત્રી ઢેબરભાઇએ વલ્લભભાઇને હેલીકોપ્‍ટરની ઉપમા આપી હતી.

વલ્લભભાઇને કોઇ જ વ્‍યસન નહોતું. છેલ્લે તો લસણ - ડુંગળી  પણ ત્‍યજયા હતા.

કોઇપણ સમસ્‍યાના નિરાકરણ માટે આત્‍માનો અવાજ સાંભળવા વલ્લભભાઇ મૌનવ્રત પાળતા.

પ્રધાન બન્‍યા પછી વલ્લભભાઇ અઢાર  કલાકની કામગીરી કરતા પ્રવાસમાં ગાડીમાં ફાઇલો જોતા તહેવારોની કે અન્‍ય કયારેય રજા લેતા નહિં.

વલ્લભાઇને બાળકો પ્રિય હતા. તેમની બે દોહિત્રીઓ ઐશાની અને આશના તેમની બહુ જ લાડકી હતી.

વલ્લભભાઇ બહારથી કડક સ્‍વભાવના લાગતા પણ દિલના નિખાલખ, લાગણીશીલ અને પ્રેમાળ હતાં.

૧૯૮૯ ની લોકસભાની ચૂંટણીમાં ર૧ મી નવેમ્‍બરેની રાત્રે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના હડમતીયા ગામે ગ્રામસભાને સંબોધીને મંચ ઉપરથી ઉતરતા હતા ત્‍યારે તેમની ઉપર છરીના ઉપરા ઉપરી ઘા મારવામાં આવ્‍યા અને તા. રર નવેમ્‍બર વહેલી સવારે રાજકોટની સીવીલ હોસ્‍પિટલમાં વલ્લભભાઇએ છેલ્‍લ શ્વાસ લીધા હતાં.  (પ-ર૧)

વલ્લભભાઇ પંચાયત પ્રમુખ તરીકે બંગલામાં નહિ, કવાર્ટરમાં રહયા

રાજકોટઃ વલ્લભભાઇ પટેલ ૧૯૪૬માં જિલ્લા પંચાયત પ્રમુખ બન્‍યા ત્‍યારે રાજકોટમાં મીલપરામાં બે રૂમના મકાનમાં રહેતા હતા. પંચાયત પ્રમુખ બન્‍યા પછી તેમને રેસકોર્ષ રીંગ રોડ પર આવેલો બંગલો મળ્‍યો હતો. પરંતુ સાદી રહેણીકરણીના આગ્રહી એવા વલ્લભભાઇએ એ બંગલો સ્‍વીકાર્યો નહોતો અને પ્રમુખપદના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન બહુમાળી ભવન પાસે આવેલા  સરકારી કવાર્ટરમાં જ રહયા હતા.

(4:13 pm IST)