Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ગોંડલ રોડ અને કોઠારીયા રોડ ચોકડી વચ્‍ચે બાઇકની ઠોકરે સાઇકલસ્‍વાર વૃધ્‍ધનું મોત

શાળામાં પ્‍યુન તરીકે નોકરી કરતાં ગોપાલભાઇ મહેતા છુટીને રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટીમાં ઘરે જતા હતાં ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨૨: ગોંડલ રોડ ચોકડીથી કોઠારીયા ચોકડી વચ્‍ચે તાપસ હોટેલ નજીક બાઇકના ચાલકે સાઇકલને ઉલાળી દેતાં સાઇકલસ્‍વાર વૃધ્‍ધ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.ગોંડલ રોડ ચોકડીએ રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટીમાં રહેતાં ગોપાલભાઇ કાનજીભાઇ મહેતા (ઉ.વ.૬૫) ગોંડલ રોડ ચોકડી નજીક સત્‍યપ્રકાશ સ્‍કૂલમાં પ્‍યુન તરીકે નોકરી કરતાં હોઇ બપોરે શાળાએથી છુટીને સાઇકલ હંકારી ઘરે જઇ રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં બાઇકના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.મૃત્‍યુ પામનાર ગોપાલભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમના પીએસઆઇ એમ. ડી. લોખીલે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:10 pm IST)