Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ભાજપના શાસક નેતા વિનુ ધવાનાં નાના ભાઈનું દુઃખદ અવસાનઃ હૃદયરોગનો હુમલો જીવલેણ બન્યો

રાજકોટઃ ભાજપના મ.ન.પા.ના શાસક નેતા વિનુભાઈ ધવાના નાના ભાઈ મુકેશભાઈનું ૪૭ વર્ષની યુવા વયે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયુ હતું. મુકેશભાઈને સવારે હૃદયરોગનો હુમલો આવતા તેઓને તાત્કાલીક સીનર્જી હોસ્પીટલ ખાતે સારવાર અપાઈ હતી પરંતુ હૃદયરોગના હુમલાએ તેઓની જીંદગી છીનવી લીધી. મુકેશભાઈ તેઓની પાછળ તેઓના પત્નિ, પુત્ર તથા ભાઈઓના વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયા હતા. સદ્ગત મુકેશભાઈના અકાળે અવસાનથી ધવા પરિવાર તથા શહેર ભાજપ અને સગાસ્નેહીઓમાં શોકની લાગણી છવાઈ હતી.

(5:13 pm IST)