Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવનાર મયુર પરમાર 'પોકસો'ના ગુનામાં ફસાયોઃ કોર્ટ હવાલે

મુળ રાજકોટના હાલ સુરત રહેતાં શખ્સની મહિલા પોલીસે ધરપકડ કરી'તી

રાજકોટઃઙ્ગ શહેરની ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી નિર્લજ્જ હુમલો કરનાર આરોપીને મહિલા પોલીસની ટીમે પકડી લીધો હતો. આઇપીસી ૩૫૪ (ક), ૫૦૬(૨) તથા તેમજ જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૭,૮ મુજબના ગુનાની તપાસ IUCAW યુનિટ હસ્તકની હોઇ આ ગુનામાં આરોપીએ ફરીયાદીને પ્રેમમાં ફસાવી તેને ઘરે બોલાવી તેની ઇચ્છા વિરૂધ્ધઙ્ગ જાતીય હુમલો કરી આ બાબતે તેણીના ભાઇ તેમજ પપ્પાને ખબર પડી જતા આરોપીને ઠપકો આપતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ બદનામ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ હોઇ આરોપી મયુર રસીકભાઇ પરમાર (ઉ. વ-૨૧, રહે. હાલ કતારગામ નારાયણનગર શેરી નં ૨ બાપા સીતારામ ચોક પાસે સુરત, મુળ- લાલપાર્ક શેરી નં ૧ નહેરૂનગર મેઇન રોડ અટીકાની ધરપકડ કરી છે. તે એક સંતાનનો પિતા છે. આ કામગીરી પો.ઇન્સઙ્ગ એસ.આર.પટેલ, પો.સબ ઇન્સ. કે.જી.જલવાણી, પો. હેડ કોન્સ હિતેન્દ્રભાઇ ગઢવી ,પો.કોન્સ. હસમુખભાઇ બાલધા, પ્રિયંકાબેન રાજેશભાઇ પરમાર IUCAW યુનિટ રાજકોટની ટીમે શહેરઙ્ગપોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજાઙ્ગતથા મદદનિશ પોલીસ કમિશ્નર જે. એસ. ગેડમની સુચના અને માર્ગદર્શન હેઠળ કરી હતી. આજે આરોપીને કોર્ટ હવાલે કરાયો હતો.

(5:12 pm IST)