Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મ.ન.પા.ની કચેરીના ઉપયોગ માટે ૧ કરોડના ખર્ચે ૬ ઇલેકટ્રીક કાર વસાવી પર્યાવરણ બચાવાશે

રાજકોટ : ૨૦૨૧-૨૨ના નવા બજેટમાં મ.ન.પા.એ પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સુરક્ષા માટે કચેરીના ઉપયોગ માટે ૧ કરોડની ૬ ઇલેકટ્રીક કાર વસાવવા જોગવાઇ કરાઇ છે. જે ત્રણેય ઝોન કચેરીમાં ફાળવાશે. ચેરમેન પુષ્કર પટેલે આ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે, પર્યાવરણની સુરક્ષા માટે, ઈંધણ ખર્ચ બચાવવા માટે તેમજ પરંપરાગત ઈંધણથી ચાલતા વાહનોના નિભાવ મરામત માટે થતો ખર્ચ ઘટાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્ષેત્રીય કામગીરી માટે પરંપરાગત ઈંધણને બદલે વીજ શકિતથી ચાલતી ઈલેકટ્રીક કાર વસાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અન્વયે પ્રારંભિક તબક્કે ૬ ઈલેકટ્રીક કાર વસાવવામાં આવશે. આ માટે આગામી વર્ષ રૃ.૧૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનું અર્બન ટ્રાન્સપોર્ટેશન સંભાળતી કંપની રાજકોટ રાજપથ લિ. દ્વારા ચાલુ વર્ષમાં ૫૦ ઇલેકિટ્રક બસો ખરીદ કરવાની કાર્યવાહી પૂર્ણતાના આરે છે તથા આગામી વર્ષમાં ૧૦૦ ઇલેકિટ્રક બસો ખરીદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

(4:52 pm IST)