Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

કોંગ્રેસના સુચન બાદ શાસકોને ભાજપને ભાન થયુઃ કાર્યક્રમો-મીટીંગો રદ

મુખ્યમંત્રીનાં આદેશો બાદ કોરોનાં ગાઇડ લાઇનનાં ચુસ્ત પાલન માટે કલેકટરે બેઠક યોજીઃ વશરામ સાગઠિયા-મકબુલ દાઉદાણી

રાજકોટ તા. ર૩ :.. શહેરમાં કોરોનાં સંક્રમણ ફેલાઇ રહ્યુ છે છતાં શાસક પક્ષ ભાજપના કાર્યક્રમો મીટીંગો યોજાઇ રહ્યા છે. તે બંધ થવા જોઇએ તેવી વિપક્ષ કોંગ્રેસની  માંગ બાદ સરકારી મેળવડા, કાર્યક્રમો, મીટીંગો નહી યોજવા મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ આદેશો કર્યા છે.  ત્યારે કોંગ્રેસની રજૂઆત બાદ ભાજપને ભાન થયું તેવા આક્ષેપો પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા ત્થા કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ એક નિવેદનમાં કર્યા છે.

શ્રી સાગઠીયા અને શ્રી દાઉદાણીએ નિવેદનમાં આક્ષેપો કરતાં જણાવ્યું છે કે અમોએ તા. ૧૮-૩-ર૦ર૧ ના રોજ જણાવ્યું હતું કે કોરોનાને કાબુમાં લેવા માટે સૌ પ્રથમ ભાજપ કાર્યાલયમાં કફર્યુ લગાવો અને પ્રજાને કોરોના ના સંક્રમણથી બચાવો. અમારા દ્વારા જણાવાયા બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણીનો આદેશ છૂટયો અને તમામ સરકારી કાર્યક્રમો, મીટીંગો બંધ કરાવવા અને રાજકોટ કલેકટરને આદેશ આપ્યો કે કોવીડ-૧૯ ની ગાઇડ લાઇન્સ સમજાવો અને તેનું પાલન કરાવો ત્યારબાદ રાજકોટ કલેકટરે આ પ્રકારની બેઠક બોલાવી હતી અને કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાવવા માટેની સુચના આપી હતી આમ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીને વશરામભાઇ સાગઠીયા અને મકબુલભાઇ દાઉદાણીની વાત સાચી લાગી. તેવું યાદીના અંતમાં શ્રી સાગઠીયા ત્થા દાઉદાણીએ જણાવ્યું છે.

(4:51 pm IST)