Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

સોરઠીયાવાડી ચોક - મવડી રાધે ચોકડી અને કોઠારિયા ખોખડદડી નદી સહિત ત્રણ નવા બ્રીજ

રાજકોટ : સ્ટેન્ડીંગ કમિટિએ શહેરમાં વધુ ત્રણ નવા બ્રીજ માટે ૨૦૨૧-૨૨ના બજેટમાં ૧૮ કરોડની પ્રાથમિક જોગવાઇ કરી છે. જે અંગે વિસ્તૃત માહિતી આપતા ચેરમેન પુષ્કર પટેલે જણાવેલ કે, ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીના વરદ હસ્તે થોડા સમય પૂર્વે જડુસ રેસ્ટોરન્ટ પાસે, નાના મવા ચોકમાં, રામાપીર ચોકમાં તથા કે.કે.વી. ચોક પાસે ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવેલ છે ત્યારે હજુ વધુ બ્રીજની જરૃર છે કેમકે, રાજકોટ શહેરની અંદાજીત માનવવસ્તી આશરે ૧૮ લાખ જેટલી છે.

આસપાસના ગામો શહેરોમાંથી દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો, શ્રમિકો તથા ધંધાર્થીઓ આ શહેરમાં આવનજાવન કરે છે. શહેરમાં દર વર્ષે ૫૦,૦૦૦ થી વધુ ટુ/ફોર વ્હીલર વાહનોનો ઉમેરો થાય છે.

આમ, શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સોરઠીયાવાડી પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રાધે ચોકડી પાસે તથા કોઠારિયામાં લાપાસરી લાગુ વિસ્તારમાં ખોખડદડી નદી ઉપર બ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે બજેટમાં રૃ.૧૮૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

(4:46 pm IST)