Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ગેરકાયદે દારૃના ગુનામાં નાસતા ફરતાં આરોપીની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ, તા. રર : ૧૬૮ બોટલ ગેરકાયદેસર દારૃના ગુન્હાના નાશતા ફરતા આરોપીની આગોતરા જામીન અરજી રદ કરવાનો અત્રેની સેશન્સ અદાલતે હુકમ કર્યો હતો.

અરજીની વિગત એવી છે કે, આજી ડેમ પોલીસ સ્ટેશન દ્વારા તા. ર૮-૩-ર૦૧૯ ના રોજ બાતમીના આધારે આજીડેમ ચોકડીથી આગળ નકલંગ પાર્ક મેઇન રોડ ખાતે અલ્ટો કાર જીજે- ૦૬ બીએ, ૪૬પ૬ નીકળતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની દારૃની કુલ ૧૬૮ બોટલ મળી આવેલ અને ગાડી સાથે આરોપી કાનજી ઉર્ફે કાનો લઘરાભાઇ સોરાણી રે. નકલંગ પાર્ક શેરી નં. ર, માંડા ડુંગર રાજકોટ, વાળો મળી આવતા પોલીસ દ્વારા કાનર્જી ઉર્ફે કાનાની તા. ર૮-૩-ર૦૧૯ ના રોજ ધોરણસરની અટક કરી જેલ હવાલે કરવામં આવેલ.

તપાસ દરમ્યાન અટક થયેલ આરોપી કાનજી ઉર્ફે કાના દ્વારા સહઆરોપી મહેશ કરમશી ડાભી રહે. પીઠડ આઇ સોસાયટી શેરી નં. ૧ માંડા ડુંગર રાજકોટ વાળાએ પકડાયેલ દારૃનો જથ્થો અરજદારો આરોપી પાસેથી મેળવેલ હોવાનો તપાસ દરમ્યાન જણાવેલ ત્યારબાદ મહેશ કરમશી ડાભીની તા. ૩-ર-ર૦ર૦નારોજ ધોરણસરની અટક કરવામાં આવેલ અને મહેશ કરમશી ડાભી દ્વારા સંપૂર્ણ દારૃનો જથ્થો આ કામના અરજદાર આરોપી મગનભાઇ ભનુભાઇ ધરજીયા રે. તાજપર સખપર તા. ચોટીલા જિ. સુરેન્દ્રનગર આપી ગયેલાનું જણાવેલ જેથી પોલીસ દ્વારા આરોપી મગનભાઇ ભનુભાઇ ધરજીયાને પકડવાની કાર્યવાહી શરૃ કરેલ હોય જેથી ધરપકડથી બચવા અરજદાર આરોપી મગનભાઇ ભનુભાઇ ધરજીયા દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નામદાર એડ. સેસન્સ જજ શ્રી પી.એન. દવે દ્વારા અરજદાર આરોપી સામે પ્રથમ દર્શનીય  ગુન્હો જણાઇ આવતો હોય તેમજ સહઆરોપી દ્વારા હાલના અરજદાર આરોપીનું નામ આપેલ હોય તેમજ અરજદારની કસ્ટડીયલ ઇન્ટ્રોગેશનની જરૃર પડી શકે છે તેથી હાલના કામે ઉંડાણ પૂર્વક તપાસ કરવી જરૃરી હોય અરજદાર આરોપીના આક્ષેપો, ગુનાહીત રોલ, ગુનાહીત ઇતિહાસ, સજાની જોગવાઇ વગેરે ધ્યાને લેતા અરજદાર આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરી શકાય નહી. જેથી આગોતરા જામીન રદ કરવાનો હુકમ કરવામાં આવેલ. આ કામે સરકારપક્ષે પબ્લીક પ્રોસીકયુટર વકીલ અનિલ એસ. ગોગિયાએ રજુઆત કરેલ હતી.

(4:45 pm IST)