Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

કોરોનાની મેડીકલેઇમ પોલીસીમાં કલેઇમની રકમ નહિં ચુકવતાં વિમા કંપની સામે ફરિયાદ

રાજકોટ તા. રરઃ અત્રે યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપની તથા સીગ્મા ઇન્સ્યોરન્સ બ્રોકીંગ વિરૃધ્ધ રાજકોટ રહેવાસી પરેશભાઇ દાવડા ફેમીલી મેડીકેર પોલીસી-ર૦૧૪ અંતર્ગત વિમા કંપની દ્વારા મેડીકલેઇમ પુરેપુરી રકમ ન ચુકવતા રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

આ કેસની હકીકત જોઇએ તો ફરીયાદીએ યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીની ફેમીલી મેડીકેર પોલીસી-ર૦૧૪ જે ૧૦૦ ટકા મેડીકલ રીસ્ક કવરની વિમા પોલીસી લીધેલ હતી. ફરીયાદ પરેશભાઇ દાવડાનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેમને ર૦ દિવસ ઇન્ડોર તથા આઉટડોર સારવાર લીધેલ હતી જે અંગેના તમામ મેડીકલ રી-એમ્બર્સમેન્ટ કુલ ખર્ચ રૃા. ૧,ર૦,૬૬૯/- ની માંગણી વિમા કંપની પાસે રહેલ હતી જેમાં વિમા કંપની રૃા. ૮૯,ર૭૧/- ચુકવેલ હતા વિમા કંપની પોતાની મનસુફી તથા જુદા જુદા કારણો ઉભા કરી રૃા. ૩૧,૩૯૮/- ચુકવેલ ન હતા.

આ અંગે ફરીયાદી દ્વારા અનેક વખત વિમા કંપની તથા એજન્ટ પાસે અનેક વખત મૌખીક લેખીત તથા ટેલીફોનીક રજુઆત કરવા છતાં ચુકવેલ ન હતા જે અંગે ફરીયાદીમાં જણાવેલ કે, જેથી ફરીયાદી દ્વારા હેલ્થકેર પોલીસી લેવાનું પ્રયોજન વિમેદારના જીવન રક્ષણ માટે લાઇફ લાઇન તરીકે માનવ શરીરના અમુલ્ય આયુષ્યની રક્ષા માટે પ્રીકોશન તરીકે લઇએ છીએ. જે રીસ્ક કવરની એમાઉન્ટ કરતા અમુલ્ય છે. વિમા કંપની સરકારશ્રી તેમજ ઇરાડાની ગાઇડલાઇન મુજબ વિમા પોલીસ ઇસ્યુ કરવાની કામગીરી કરે છે અને વિમેદારને, મેડીકલેઇમ હેલ્થ પોલીસી ઇસ્યુ કરવા માટે સરકારશ્રીના નિયમો અનુસાર વિમેદારને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થવાનો પ્રસંગ બને તો તમામ મેડીકલ ખર્ચ ચૂકવવા પાત્ર બને છે તેમ છતાં મેડીકલેઇમની પુરેપુરી રકમ ના ચુકવેલ ન હતા. તેથી ફરીયાદ દ્વારા રીવાઇઝડ સી.પી.એકટ-ર૦૧૯, (કાયદાના નં. ૩પ) ની કલમ ૧૧ તેમજ કલમ ૧(૪૬) મુજબ કેડીકલેઇમની રકમ રૃા. ૩૧,૩૯૮/- તથા માનસીક ત્રાસ તથા અન્યના ૧,૧૦,૦૦૦/- વળતર મેળવવા અંગેની ફરીયાદ કરેલ હતી.

આ કામના ફરીયાદી પરેશભાઇ દાવડા દ્વારા રાજકોટના ધારાશાસ્ત્રી સુરેશ ફળદુ નિશાંત, જોષી, રોહીત જાગાણી, ચેતન ચોવટીયા, દેવેન ગઢવી, પાર્થ સંઘાણી તથા મંથન વીરડીયા રોકાયેલ છે.

(4:45 pm IST)