Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

લોઠડામાં કારખાનામાં લોખંડનો ઘોડો માથે પડતા ખીમાભાઇનું મોત

સામાન ભરેલા બાચકા ઘોડા ઉપર ઘા કરી બેદરકારી દાખવનારા મજૂર સામે ગુનો નોંધાયો : એક પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ,તા.૨૨: લોઠડા ગામ પાસે આવેલા સબમ ર્સિબલ પંપ બનાવવાના કારખાનામાં મજૂરની બેદરકારીના કારણે લોખંડનો ઘોડો માથે પડતા યુવાનનું મોત નિપજતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વીંછીયા ધાંગધ્રાના વતની હાલ લોઠડા ગામમાં પરિવાર સાથે રહેતા ખીમાભાઇ સામતભાઇ પરમાર (ઉવ.૪૦) ગઇ કાલે ગામ પાસે આવેલા ઓમ એન્જીનીયરીંગ નામના સબમ સીબાલ બનાવવાના કારખાનામાં કામ કરતા હતાફ ત્યારે તેની બાજુ એક મજુર લોખંડના ઘોડા પર ચડીને સામાન ભરેલા લોખંડના  ભરેલા બાચકા ચડાવતો હતો. ત્યારે ધોડો ખીમાભાઇ ઉપર પડતા તેને છાતી તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસ કામ કરતા મજૂરો એકઠા થઇ ગયા હતા. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર.વી.કડછા તથા રાઇટર યોગીરાજસિંહે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા જોતા તેમાં એક મજૂરે સામાન ભરેલા બાચકાનો ઘા કરતા ઘોડો ખીમાભાઇના માથે પડતા જોવામાં આવતા મજૂરની બેદરકારી બદલ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એક પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(4:34 pm IST)