Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

બામણબોર પાસેથી કારમાં છરી-પાઇપ અને ધોકા સાથે આથમણા બારા ગામના ત્રણ પકડાયા

એરપોર્ટ પોલીસે દાજીસિંહ અને ગોવુભાઇએ અજીતસિંહ સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. રર : કુવાડવા નજીક બામણબોર જી.આઇ.ડી.સી.પાસેથી એરપોર્ટ પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન કારમાંથી છરી, પાઇપ અને લાકડાના ધોકા સાથે ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ.એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આર.જે. ચીકલા, કનુભાઇ, દિવ્યરાજસિંહ તથા મહાવીરસિં ચુડાસમા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બામણબોર જી.આઇ.ડી.સી.પાસેથી પસાર થતી એક જી.જે. ૩ ડીજી. ૬૩૩૬ નંબરની વેગનઆર કારને શંકાના આધારે રોકી તલાશી લેતા કારમાંથી છરી, પાઇપ અને લાકડાનો ધોકો મળી આવતા પોલીસે ખંભાળીયાના આથમણાબારા ગામના દાજીસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.ર૮) અજીતસિંહ મનુભા પરમાર અને ગોવુભાઇ સુરાજીભા જાડેજાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:34 pm IST)