Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

વીવીપી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ

 વીવીપી એન્જીનીયરીંગ કોલેજના ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા ૧૮ વિદ્યાર્થીઓના મલ્ટીનેશનલ તેમજ કોર કંપનીમાં પ્લેસમેન્ટ સફળ રહેલ. આ પ્લેસમેન્ટ પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલ. ઇ.સી.ના વડા ડો. ચાર્મીબેન પટેલ, ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટના કન્વીનર ડો. જીજ્ઞેશ જોષી, પ્લેસમેન્ટ ઓફીસર રાશીબેન જોબનપુત્રા, ડો. સ્નેહાબેન પંડયા, પ્રો. રવીન સરધારા, પ્રો. નિર્મલ ભાલાણી, મનોજ ચૌહાણ તેમજ કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી. પ્લસેમેન્ટની સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆરે અભિનંદન પાઠવ્યા હતા.

(4:27 pm IST)