Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

આજે વિશ્વ જળદિવસ

 

સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ વોટર ડે' દર વર્ષે-રર માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ.૧૯૯૪ માં સંયુકત રાષ્ટ્ર સંઘની સાધારણ સભાએ રર-માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કરેલ છે. જાણકારો કહે છે કે પાણી પીતા આવડે તો એ અમૃત છે. પણ પીતાં ન આવડે તો એ ઝેર છે.

વિદેશી વિજ્ઞાન પ્રમાણે પાણીને બે જાતો માનવામાં આવી છે (૧) ભારે અથવા અશુદ્ધ પાણી અને (ર) શુદ્ધ અથવા વરાળનું હલકું પાણી, આપણા  શાસ્ત્રમાં પણ પાણીના મુખ્ય બે પ્રકાર માનવામાં આવ્યા છે. અને તેમાંથી નીકળતા બીજા પેટા પ્રકારો અને તેના જુદા જુદા ગુણદોષો શાસ્ત્રાકારોએ વર્ણવ્યા છે.(૧) આંતરિક્ષ જળ એટલે આકાશમાંથી વરસાદનું પડેલું પાણી જેને ડિસ્ટિલ્ડ અથવા વરાળનું પાણી કહે છે. (ર) ઔદ્રનિક એટલે ખડકો અને પહોડોમાં રહેલું પાણી, જેને હાર્ડ વોટર કહે છે. આંતરિક્ષ પાણીને મુખ્ય બે પ્રકારમાં વહેંચવામાં આવ્યું છે. તેના ચાર મુખ્ય પેટા પ્રકાર થાય છે. અને આઠ બીજા પેટા પ્રકારો છે. મુખ્ય પ્રકારમાં (૧) ગંગાજળ અને (ર) સામુદ્રિક  જળ છે.

આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો તેમજ પાણીને વેડફાતું અટકાવવાનો છે. પાણી વિનાની સજીવ કે નિર્જીવ સૃષ્ટિ પૃથ્વી પર કે સમુદ્રમાં કે હવામાં કે પરમાણુંમાં ટકી શકે તેમ નથી. જીવન ટકાવવા માટેની મુખ્ય ત્રણ જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક છે રોજ બરોજની વપરાશમાં આપણે જે પાણી વપારીએ છીએ તે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.

''પાણીને બચાવો, પાણી તમને બચાવશે'' ''પાણીનું બીજુ નામ છે 'જીવન''

આપણી માનવ સંસ્કૃતિઓ બધી જ નદી કાંઠે વિકસી છે. જેમ કે ધોળાવિરા, લોથલ અને સિંધુ સંસ્કૃતિ આમ આપણે સૌ ફરવા જવાનું પસંદ કરીએ ત્યારે પણ પાણીવાળો વિસ્તાર જ પસંદ કરીએ છીએ. ભગવાનના તે સર્જનોમાં પાણી પણ એક અદ્દભૂત સર્જન છે. દેશમાં વસ્તી વધારાને પહોંચી વળવા ઉત્પાદન વધારવું પડે છે, સઘન ખેતી કરીને તેમ મોટા શહેરોમાં તેની દૈનિક પાણીની જરૂરીયાત સામે કાયમી ખેંચ ભોગવતા આવ્યા છીએ.

આપણે સૌ આજથી આપણાથી પાણી બચાવવાની શુભ શરૂઆત કરીએ, પૈસા, ધન એ બધુ તો બાળકો માટે તેનું કરીશું પણ તેને જીવવા માટે પાણી નહીં હોય તો તેના અસ્તિત્વનું પણ જોખમ છે. પાણી બચાવવા રોજ કપડા ધોવાને બદલે બે દિવસે ભેગા કરીને ધોવાનું વિચારો જેથી વેસ્ટ પાણીને અન્ય કામો જેવા જાજરૂ સાફ કરવામાં પાણી ઉપયોગ લઇ શકાય. નાહવાની ડોલમાં ટબની સાઇઝ નાની રાખીએ જેથી પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકીએ. ઘરે પધારેલ મહેમાનોને નાના ગ્લાસમાં પાણી આપી શકાય, પૂછીને આપવું, જગથી આપવું જેથી સાફ પાણી ફેંકી ન દેવું પડે.બ્રશ કે દાઢી કરતી વખતે ગેડીનો નળ ચાલુ ન રાખવો, પાણી ભરેલ ટમ્બલર રાખો. પીવાના પાણીના માટલા પાસે, પાણિયારા પાસે ડોલ મૂકી વધારાનું પાણી ગટરમાં જવા દેવાને બદલે ડોલમાં નાખો જે પાણી પોતુ કરવામાં, બગીચામાં વૃક્ષોને પાવા માટે પામશે.કાર, સ્કુટર ધોવાને બદલે ભીના પોતાથી સાફ કરો, પાણીની નળીથી ગાડી સાફ કરો નહી. ટપકતા નળોને તાત્કાલીક રીપેર કરાવવા.

ખેતી,વાડીમાં ખુલ્લા ધોરીયાથી પિયત કરવાને બદલે ડ્રીપ ઇરીગેશન કે અન્ડર ગ્રાઉન્ડ પાઇપ પાથરીને ખેતીમાં પાણીનો ઉપયો કરવો. શાવરને બદલે બાલ્ટી ભરીને નહાવાથી ૮૦% પાણી બચેછે. દેશના ર૦% લોકો આમ કરશે તો દરરોજ ૬રપ કરોડ લિટર પાણી બચશે. પાણીની 'રીયુઝ' ફરી ઉપયોગમાં આવ તેવા પ્રયત્નો કરવા.

માકડિયા બિપીનકુમાર નાથાલાલ

મો.૯૪ર૭ર  ૩૮ર૪ર

(4:22 pm IST)