Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ખાખીની કડકાઇ વચ્ચે બધકી રહ્યો છે પર્યાવરણ પ્રેમઃ ગોંડલ ડીવાયએસપી પી.એ. ઝાલાએ બનાવડાવ્યા ચકલીના ૫૬૦૦ માળા

વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણીઃ લોકોને વિનામુલ્યે વિતરણ કર્યાઃ ૧૧ પોલીસ સ્ટેશન અને હેડકવાર્ટરમાં ૫૦૦ માળા આપ્યા

ચકલી...નામ સાંભળતા જ નજર સામે આવી જતું એક એવું પક્ષી જેને જોઇને મન પ્રફુલ્લીત થઇ જાય. બાળપણથી માંડી વૃધ્ધાવસ્થા સુધી સોૈ કોઇ ચકલીને સતત પોતાના ઘરના ફળીયાના માળામાં કે પછી પાણીના કુંડીયા પર નિહાળતા રહે છે. વિશ્વ ચકલી દિવસની તાજેતરમાં ઉજવણી થઇ હતી. આ દિવસની ગોંડલ ડીવાયએસપીશ્રી પી. એ. ઝાલાએ અનોખી ઉજવણી કરી હતી. ખાખી વર્દીની કડકાઇ નીચે ધબકતો પોતાનો પર્યાવરણ પ્રેમ તેમણે દર્શાવ્યો હતો. તેમણે વીરા ગ્રુપ સુલતાનપુરાની મદદથી વેસ્ટ મટીરીયલ્સનો ઉપયોગ કરી ચકલીના ૫૬૦૦ માળા બનાવડાવ્યા હતાં અને તેનું વિનામુલ્યે વિતરણ કરાવ્યું હતું. જે પૈકી ૫૦૦ ચકલીના માળા ગોંડલના ૧૧ પોલીસ સ્ટેશન તથા હેડકવાર્ટરમાં વિતરણ કરાવ્યું હતું.

(4:20 pm IST)