Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

'આપ'ના રાજભા ઝાલાની પ્રદેશ સંગઠનમંત્રીઃ અજીત લોખિલની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં વરણી

રાજકોટઃ શહેરના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને બઢતી મળી છે. શહેર પ્રમુખ રાજભા ઝાલા (મો.૯૮૨૫૪ ૦૬૬૮૬)ને સૌરાષ્ટ્ર દક્ષિણ ઝોનના પ્રદેશ સંગઠન મંત્રી અને અજીત લોખીલ (મો.૯૦૬૭૭ ૭૮૮૯૪)ને સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના પ્રદેશ સંગઠનમંત્રી પદે નિમણુંક કરવામાં આવી છે.આમ આદમી પાર્ટીની તાજેતરમાં મળેલ કાર્યકારીણી બેઠકમાં આમ આદમી પાર્ટી પ્રદેશના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઈટાલીયા તથા પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા દ્વારા નવી જવાબદારીની ઘોષણા કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ શહેરના અધ્યક્ષ રાજભા ઝાલાની કાર્ય કુશળતા અને નિષ્ઠાને ધ્યાનમાં લઈને શ્રી રાજભા ઝાલાને સૌરાષ્ટ્ર દક્ષિણ ઝોનના - પ્રદેશ સંગઠન મંત્રી અને શ્રી અજીતભાઈ લોખિલને પ્રદેશ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર પુર્વ ઝોન બનાવવામાં આવ્યા હોય તેઓને તમામ કાર્યકર્તાઓ, 'આપ'ની વિદ્યાર્થી પાંખ સીવાયએસએસના તમામ છાત્ર સંઘ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ તેમ રાજકોટ શહેરના ઉપાધ્યક્ષ શિવલાલ પટેલની અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે.

 

(4:19 pm IST)