Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

દારૂના ત્રણ ગુન્હામાં વોન્ટેડ પ્રભાત કોળીને વિંછીયા પોલીસે ઝડપી લીધો

વિંછીયાના બે અને રાજકોટના એક ગુન્હામાં પ્રભાત નાસતો ફરતો'તો

રાજકોટ તા. રરઃ વિંછીયા અને રાજકોટના દારૂના ત્રણ ગુન્હામાં વોન્ટેડ આરોપીને વિંછીયા પોલીસે ઝડપી લીધો હતો.

જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચના અન્વયે વિંછીયાના પી.એસ.આઇ. ટી. એસ. રીઝવી તથા સ્ટાફ મોટા માત્રા ગામે પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસને નાસવાનો પ્રયાસ કરનાર પ્રભાત ઉર્ફે પરબત મથુરભાઇ વાટુકીયા કોળી રે. મોટા માત્રા તા. વિંછીયાને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં પ્રભાત ઉર્ફે પરબત કોળી વિંછીયા પોલીસ મથકના પ્રોહીબીશનના બે તથા રાજકોટ ડીસીબી પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ હતો. આ અંગે વિંછીયા પોલીસે રાજકોટ પોલીસને જાણ કરી છે.

આ કાર્યવાહીમાં વિંછીયા પોલીસ મથકના પો. કો. રાજાભાઇ રગીયા, યુવરાજસિંહ વાઘેલા તથા નિલેશભાઇ ઝાપડીયા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો.

(4:55 pm IST)