Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પેરા પાવરલીફટીંગમાં રામભાઇ બાંભવાને સિલ્વર અને ઇલાબેન દેવમુરારીને બ્રોન્ઝ મેડલ એનાયત

રાજકોટ તા. ૨૨ : યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિકલાંગોને રમત ગમત ક્ષેત્રે આગળ લઇ આવવા પ્રયાસો કરવામાં આવે છે. જેની સફળતારૂપે તાજેતરમાં બેંગ્લોર ખાતે યોજાયેલ ૧૮ મી સીનીયર અને ૧૪ મી જુનીયર નેશનલ પેરા પાવરલીફટીંગ ચેમ્પીયનશીપમાં ગુજરાતના બે દિવ્યાંગોએ ભાગ લઇ સુંદર દેખાવ કર્યો હતો.

આ સ્પર્ધામાં દિવ્યાંગ મહીલાઓમાં ઇલાબેન દેવમુરારીએ ૭૮ કે.જી. કેટેગરીમાં  ૫૦ કિ.ગ્રા. વજન ઉપાડી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જયારે પુરૂષોમાં રામભાઇ બાંભવાએ સીલ્વર મેડલ હાંસલ કર્યો હતો.  

સ્પર્ધકોને યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શૈલેષભાઇ પંડયા (મો.૯૨૭૭૮ ૦૭૭૭૮)એ શુભેચ્છા પાઠવી હતી.

(2:49 pm IST)