Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મ.ન.પા. દ્વારા વિનામૂલ્યે ૯ હજારથી વધુ ચકલીના માળા-પાણીના કુંડાનું વિતરણ : જબ્બર પ્રતિસાદ

રાજકોટ, તા. રર : બાળકો અને મોટેરાઓને પણ પોતાના તરફ આકર્ષિત કરતા કુદરતના અતિ માસુમ, સુંદર અને રમતિયાળ એવા ટચુકડા પક્ષી ચકલીની પ્રજાતીના રક્ષણ માટે સૌએ શક્ય તમામ પ્રયત્ન કરવા જોઈએ. અગાઉના સમયમાં ઘરના આંગણામાં કુદા-કુદ ઉડા-ઉડ અને ચીં ચીં ચીં નો કલરવ કરીને ઘરના માહોલને મનભાવન બનાવી નાખતી ચકલીઓ અત્યારે ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે ચકલીઓને ફરી એક વખત આપણા આંગણે રમતી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ ૨૦-માર્ચ સ્પેરો-ડે અંતર્ગત તા.૨૧/૦૩/૨૦૨૧, રવિવારના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વિનામૂલ્યે ચકલીના માળા, અને પાણીના કુંડાના વિતરણનો કાર્યક્રમ મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. 

આ પ્રસંગે મેયર ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે. કમિશનર પ્રજાપતિ, સિંઘ, બાગ બગિચા અને ઝૂ કમિટીના ચેરમેન અનિતાબેન ગૌસ્વામી, તેમજ કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા, બાબભાઈ ઉધરેજા, જયાબેન ડાંગર, દેવુબેન જાદવ, કંચનબેન સિધ્ધપુરા, હિરેનભાઈ ખીમાણી, વર્ષાબેન સાકરીયા, વજીબેન ગોલતર, હાર્દિકભાઈ ગોહેલ, પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુગશીયા, અશ્વિનભાઈ પાંભર, આશાબેન ઉપાધ્યાય, રવજીભાઈ મકવાણા, પરેશભાઈ આર. પીપળીયા, વર્ષાબેન રાણપરા, દક્ષાબેન વાઘેલા, રસીલાબેન સાકરીયા, મંજુબેન કુગશીયા, ભારતીબેન મકવાણા, રૂચીતાબેન જોષી, બિપીનભાઈ બેરા, મગનભાઈ સોરઠીયા, જીતુભાઈ કાટોળીયા, નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા), નિલેશભાઈ જલુ, ભાવેશભાઈ દેથરીયા, મિતલબેન લાઠીયા, દર્શિતાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી, સોનલબેન સેલારા, રમાબેન, વિગેરેના વરદ હસ્તે પ્રકૃતિ પ્રેમીઓના હસ્તે ચકલીના માળા અને પાણીના કુંડાની વિતરણ કરાયું.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ મહામંત્રી બિનાબેન આચાર્ય, મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ અને જીતુભાઈ કોઠારી વિગેરેએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી માટે થઇ રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. પાણીના કુંડા અને માળા આશરે ૯૦૦૦ થી વધુ પ્રકૃતિ પ્રેમીઓને આપવામાં આવેલ.

(2:48 pm IST)