Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

નાના મવા આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરતા ડે. મેયર તથા આરોગ્ય સમિતિ ચેરમેન

રાજકોટ :  મહાનગરપાલિકા દ્વારા કોરોના મહામારી સંદર્ભ જુદા જુદા આરોગ્ય કેન્દ્રોમાં સઘન વેકિસન ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે નાના મવા આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીનેશનની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી સંદર્ભ નાના મવા આરોગ્ય કેન્દ્ર ખાતે  ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવેલ. આ આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીનેશન તથા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા આશા વર્કર બહેનોની મીટિંગ લઇ વેકસીનેશન બાબત સમજાવવામાં આવેલ. તેમજ હાજર રહેલ શહેરીજનોને પણ વેકસીનેશન મુકવા બાબત વધુ માહિતગાર કરવામાં આવેલ તેમજ શહેરીજનોને આરોગ્ય કેન્દ્રોનો લાભ લઇ વધુમાં વધુ કોરોના વેકસીન મુકાવા અપીલ કરવામાં આવેલ છે. આ પ્રસંગે ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા તથા મેડીકલ ઓફિસર ડો. યોગીતાબેન મુંગરા પણ હાજર રહેલ.

(2:47 pm IST)