Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

રાજકોટ જેલમાંથી વચગાળાની જામીન ઉપરથી ફરાર આજીવન કેદના આરોપીને દબોચી લેવાયો

રાજકોટ તા.રર : રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી છુટી આજીવન  કેદનો ફરાર ખુનના ગુન્હાના આરોપીને રાજકોટમાંથી રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.

નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની રૂરલ એસ.પી.બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ વી.એમ.કોલાદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડ કો. વીરરાજભાઇ ધાંધલને મળેલ બાતમીના આધારે કાલાવડ પોલીસ મથકમાં ખુનના ગુન્હામાં પકડાયેલ અને રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો પાકા કામનો કેદી ગુલાબશા ગીગાશા શાહમદાર રે. ગોંડલ રાજકોટ જેલમાંથી વચગાળાની જામીન ઉપર છુટી ફરાર થઇ રાજકોટમાં આવ્યો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી તેને દબોચી લઇ રાજકોટ જેલમાં ધકેલી દેવાયો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના હેડ કો. પ્રભાતસિંહ પરમાર પો.કો. મહેન્દ્રસિંહ સોલંકી, ડ્રા. એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર તથા ડ્રા. પો.કો. વિરમભાઇ સમેચા રોકાયા હતા.

(12:53 pm IST)