Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને અમદાવાદ જેસીપી અજયકુમાર ચૌધરી સહિત સાત આઇપીએસ ચૂંટણી ફરજમાં વ્યસ્ત

કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશના પગલે મહત્વની ફરજ માટે ગયેલ આ આઇપીએસ કયા કયા રાજયમાં ફરજ પર છે? રસપ્રદ કથા

રાજકોટઃ તા.૨૨, આસામ,બંગાળ, કેરલ, તમિલનાડુ અને પોંડિચેરી વિધાનસભાની ચુંટણી માટે કેન્દ્રિય ચૂંટણી પંચના આદેશ મુજબ ગુજરાતના આઇપીએસ ઓફિસરની નિમણુક થવાના પગલે નિમણુક સ્થળે ફરજ બજાવવાનું શરૂ કરી દીધું છે.

 અત્રે યાદ રહે કે ગુજરાતના જે આઇપીએસ ઓફિસર વિવિધ રાજ્યોમાં ઓબઝૅવર તરીકે પસંદ થયા છે તેમાં રાજકોટના જોઇન્ટ સીપી ખુરશીદ અહેમદ, અમદાવાદ જોઇન્ટ સીપી અજયકુમાર ચૌધરી, આઇજી પિયુષ પટેલ, શ્રી.નિનામા અને એસપી દિનેશ પરમારનો સમાવેશ છે.   કેન્દ્રિય ચૂંટણી પંચે પ્રથમ ઓર્ડરમાં આઇજી પિયુષ પટેલ અને દિનેશ પરમાર આસામ, અજય કુમાર ચોધરી તથા આઇપીએસ એમ.આઇ. નિનામા તાલીમનાડુ,  જ્યારે વા બાંગ ઝમીરને બંગાળ સ્ટેટ આપવામાં આવેલ,જયારે રાજકોટના જોઇન્ટ સીપી ખુરશીદ અહમદ અને આઇપીએસ શ્રી. પાંડોરનો પ્રથમ હુકમ સ્ટેટ ફાળવણી વગર સિધ્ધા કેન્દ્રીય ચૂંટણી પંચ હવાલે મૂકતો હુકમ થયેલ, જે બાબતે ગુજરાત ગૃહ મંત્રાલય દ્વારા મુખ્ય પોલીસ વડાને જાણ કરી,સ્ટેટ કંટ્રોલ મારફત સબંધક આઈપીએસના ઓર્ડર થતાં તાત્કાલિક છુટ્ટા કરી દેવાયેલ, હાલ તો બધાની ફરજ જે તે રાજ્યમાં ચુસ્તતા પૂર્વક ચાલી રહી છે.

(11:42 am IST)