Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

શહેરમાં છેલ્લા બે દિ'માં કોરોનાએ ત્રણનો ભોગ લીધો :મારવાડી કોલેજના આફ્રિકાના છાત્રએ પણ દમ તોડ્યો

આ વિદ્યાર્થીએ અગાઉ આંતરડાનું ઓપરેશન પણ કરાવ્યું હતું: તેના મોતનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ બાદ આવશે તેમ આરોગ્ય તંત્રએ જણાવ્યુઃ જોકે બિન સતાવાર આંકડાઓ મુજબ શનિ-રવિમાં પાંચ મોત

રાજકોટ તા.૨૨: કોરોનાના કેસો ફરી વધ્યા છે અને મૃત્યુ પણ થવા માંડ્યા છે. રાજકોટમાં છેલ્લા બે દિવસમાં  ૩ દર્દીઓએ દમ તોડયો છે તેમ સતાવાર જણાવાઇ રહ્યુ છે. જયારે બિન સતાવાર  ૩ દર્દીઓનાં ીસવિલ હોસ્પિટલમાં અને ૨ દર્દીના ખાનગી હોસ્પિટલમાં મોત થયાનુ જાણવામળી રહ્યુ છે. સિવિલમાં જે મૃત્યુ થયા છે તેમાં મારવાડી કોલેજનો એક છાત્ર કે જે મુળ આફ્રિકાનો વતની છે તેનો પણ સમાવેશ થાય છે.

જાણવા મળ્યા મુજબ કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટમાં પાંચ દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ત્રણ અને ખાનગી હોસ્પિટલમાં બે દર્દીઓ દાખલ હતાં. સિવિલમાં ત્રણ મૃત્યુ કોવિડ સેન્ટરમાં થયા તેમાં એક આફ્રિકન વિદ્યાર્થી પણ સામેલ છે. તે મારવાડી કોલેજનો છાત્ર હતો. જો કે તેણે અગાઉ આંતરડાનું ઓપરેશન કરાવેલુ હતું. તેનું મોત કોવિડથી થયું કે કેમ? તે ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ બાદ બહાર આવશે. તેમ આરોગ્ય તંત્ર વાહકો સતાવાર જણાવી રહ્યા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૧નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૨નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લામાં બે  દર્દી ઓ તથા તા.૨૦નાં સવારના ૮ વાગ્યાથી તા.૨૧ના સવારનાં ૮ વાગ્યા સુધીમાં ૧ દર્દીઓએ દમ તોડયો હતો.

જયારે સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે એક પૈકી એક પણ મૃત્યુની નોંધ થઇ નથી.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૭૪૮ બેડ ખાલી છે.

(3:16 pm IST)