Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ધર્મરાજ સોસાયટી પાટીદાર ચોક પાસે તીનપિતનો જુગાર રમતા 5 પકડાયા: રોકડા રૂ.૨,૧૧,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-9 માલી કુલ રૂ.4,01,000નો મુદામાલ કબ્જે: એક શખ્સ પાસેથી બીયરના 16 ટીન પણ મળ્યા

રાજકોટ: શહેર ક્રાઇમ બ્રાન્ચના પો.સબ ઇન્સ. વી. જે. જાડેજા તથા એ.એસ.આઇ. જયેશભાઈ પી.નિમાવત તથા ચેતનસિંહ વી.ચુડાસમા તથા રાજદિપસિંહ ડી.ગોહીલ તથા પો.હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ વી.જાડેજા તથા ભરતસિંહ બી.પરમાર વિગેરે પોલીસ સ્ટાફ સજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ.જયેશભાઇ નીમાવત તથા ચેતનસિંહ ચુડાસમાંની સંયુકત બાતમીના આધારે ધર્મરાજ સોસાયટી, શેરી નં.-૧માં રહેણાંક મકાનમાં દરોડો પાડી (1) નીલેશ વલ્લભભાઇ ઠાસરા ઉવ.૩૮ ધંધો-ખેતી રહે.ધર્મશજ સોસાયટી, શેરી નં.-૧ પાટીદાર ચોક રાજકૉટ, (ર)સંદીપ કુરજીભાઇ સખીયા ઉવ.૪૧ ધંધો પ્રા.નોકરી, ૨છે.રામેશ્વર પાર્ક, રૈયા રોડ શેરી નં. ૨, આઇ શ્રી ખોડીયાર કૃપા, (૩)હિતેષ રવજીભાઇ સખીયા ઉવ ૪ર ધંધો-મારબલનું કારખાનું વેપાર, રહે સમે કાર પાર્ક, રૈયા રોડ, શેરી નં.-૨, આઈશ્રી ખોડીયાર કૃપા, રાજકોટ (૪)પ્રવીણ ચનાભાઇ સખીયા ઉવ.૪૮ ધંધો-વેપાર, રહે.ગાર્ડન સીટી, ઇ/૩૦૨, સાધુ વાસવાણી રોડ તથા (૫) શૈલેષ પ્રેમજીભાઇ ઝાલાવાડીયા (ઉવ.૪૭ ધંધ્રૉ-પ્રા,નોકરી રહે.દર્શન પાર્ક, શેરી ન.2 રૈયારોડને પકડી લઈ રૂ.2,11,000 રોકડા તથા 9 મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.

ઘરધણી નિલેશના રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતા બીયર ટીન નંગ-૧૬ મળી આવતા અલગથી પ્રોહીબિશનનો ગુનો દાખલ કરાવેલ છે.

આ કામગીરી ઇન્સ્પેકટર શ્રી વી. કે.ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એ.એસ.આઈ, જયેશભાઇ પી. નિમાવત, રાજદિપસિંહ ડી.ગોહિલ, ચેતનસિંહ વી. ચુડાસમ તથા હેડ કોન્સ હિતેન્દ્રસિંહ પી.ઝાલા, મહેન્દ્રસિંહ વી જાડેજા તથા ભરતસિંહ બી પરમારે શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી થઈ હતી.

(8:53 pm IST)