Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીન્ડીકેટ : ધૂમધડાકા કે સૂરસુરીયું?

પીએચડી મુદ્દે લેવાયેલ નિર્ણય અંગે બઘડાટી બોલવાની શકયતા

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવતીકાલે તા.૨૨ના મંગળવારે ખાસ સીન્ડીકેટની બેઠક મળનાર છે. તેમાં કેટલાક ભાજપના સીન્ડીકેટ સભ્યો ધૂમધડાકા કરવાના વેતરણમાં હોવાનું બહાર આવ્યુ છે તો બેઠકમાં અંગત શિક્ષણ કે વિદ્યાર્થીઓને બદલે જો અંગત હિત સચવાય જાય તો સીન્ડીકેટ સભ્યોનું સૂરસુરીયુ થઈ જાય.

જાણવા મળતી વિગતો મુજબ આવતીકાલે સીન્ડીકેટની બેઠક મળનાર છે તેમાં અંદર એજન્ડાઓ રાખવામાં આવ્યા છે. જેમાં મુખ્ય એમફીલ પીએચડી, ઓર્ડીનન્સ મુજબ વિદ્યાર્થીઓએ થીસીસની પ્રાદેશીક ભાષામાં હોય તો પ્લે ગેરીઝમ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા અંગે વિચારણા કરવામાં આવશે. આ બાબતે કુલપતિ સહિતનાએ લીધેલા નિર્ણય સામે કેટલાક સભ્યો ઉગ્ર વિરોધ નોંધાવશે. ઉપરાંત જેતપુરની ગોસમીયા કોલેજ, ગીતાંજલી કોલેજ અને હરિવંદના કોલેજને નવા કોર્ષની માન્યતા આપવાની ભલામણ અંગે ચર્ચા વિચારણા કરાશે.

(3:57 pm IST)