Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જુગારના ત્રણ દરોડામાં પત્તા ટીંચતા ૧૩ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે મકાનમાંથી ૭ને તથા તાલુકા પોલીસે પ અને ગાંધીગ્રામ પોલીસે એકને પકડી લીધા

રાજકોટ તા. ર૧: શહેરના જુદા-જુદા ત્રણ વિસ્તારમાં દરોડો પાડી ક્રાઇમ બ્રાંચે ગાયકવાડીમાં ફલેટમાંથી સાત તથા તાલુકા પોલીસે મકાનમાંથી પાંચ અને ગાંધીગ્રામ પોલીસે વરલીના આંકડા લેતા એક મળી પોલીસે ૧૩ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી રવી મોહન સૈની અને મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડ કોન્સ. મહિપાલસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહીલ અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મહિપાલસિંહ અને ચેતનસિંહને મળેલી બાતમીના આધારે ગાયકવાડી શેરી નં. ૧૧ માં ગજાનંદ કોમ્પ્લેક્ષમાં ફલેટ નં. ર૦પ માં દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલીક સ્મીત કિશોરભાઇ જોબનપુત્રા (ઉ.વ.૪૦) તથા નરેન્દ્ર માધવજીભાઇ વાછાણી (ઉ.વ.૬૧) (રહે. યુનિવર્સિટી રોડ રવીરત્ન પાર્ક શેરી નં. ર), કિરીટ મુળજીભાઇ કાલરીયા (ઉ.વ. ૬૦) (રહે. સાધુ વાસવાણી રોડ આદિત્ય એપાર્ટમેન્ટ ફલેટ નં. ૬૦૩), જીજ્ઞેશ ભરતભાઇ માંડલીયા (ઉ.વ.૩૧) (રહે. લક્ષ્મીવાડી શેરી નં. ૯/૧૦ના ખૂણે), હરેશ બગતરામભાઇ પારવાડી (ઉ.વ.૩ર) (રહે. ગાયકવાડી શેરી નં. ૧૦ રવીસાગર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૩), કિશોર મેઘુમલભાઇ ટીલવાણી (ઉ.વ.૬ર) (રહે. હંસરાજનગર શેરી નં. ૩) અને ભકિતદાન ભારતદાન દાદાણી (ઉ.વ. ૪૮) (રહે. ન્યુ મહાવિરનગર શેરી નં. ર) ને પકડી લઇ રૂ. ૧,૦૭,૮૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ. વી. એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, ભગીરથસિંહ, રાજવીરસિંહ તથા ઉમેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે દોઢસો ફૂટ રોડ પર વિશ્વકર્મા સોસાયટી શેરી નં. ૩ માં ભાડાના મકાનમાં દરોડો પાડી મકાનમાં રહેતા ખીમા નાથાભાઇ બાબરીયા (ઉ.વ. ૪૦) (રહે. વિશ્વકર્મા સોસાયટી શેરી નં. ૩), તથા નિલેશ રમણીકભાઇ ઉનડકટ (ઉ.વ. ૩પ) (રહે. શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૪ ભગુભાઇ આહીરના મકાનમાં), ભૌતિક અમૃતભાઇ કણસાગરા (ઉ.વ. ર૩) (રહે. ખીજળાવાળો રોડ વિશ્વનગર-૪/પ), ભરત મનસુખભાઇ સાણી (ઉ.વ.૩ર) (રહે. અમરનગર શેરી નં. ર) તથા મનીષ નાનજીભાઇ રામાણી (ઉ.વ.૩૧), (રહે. અમરનગર શેરી નં. ર) ને પકડી લઇ રૂ. ૩૧,પ૦૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ વી. વી. ઓડેદારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. એસ. એન. મોરી તથા વનરાજભાઇ લાવડીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના ૧પ૦ ફુટ રોડ રૈયા ચોકડી પાસે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતો હરેશગીરી દયાલગર ગૌસ્વામી (ઉ.વ. ૪૪) (રહે. વિશ્વનગર શેરી નં. ૯ માં મનુભાઇ કુંભારના મકાનમાં ભાડેથી) ને પકડી લઇ રૂ. ૧૧૬૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:55 pm IST)