Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અટિકામાં ટ્રાન્સપોર્ટ કર્મચારીને અજાણ્યા આઠેક શખ્સોએ ધોકાવ્યોઃ લૂંટનો આક્ષેપ

કોઠારીયા સોલવન્ટનો આસિફ સંધી બોલેરો લઇ ઓફિસે જતો'તો ત્યારે રસ્તામાં ફટાકડા ફોડી રહેલા શખ્સોએ અટકાવી ધોલધપાટ કરી રોકડ પડાવી લીધી

રાજકોટ તા. ૨૧: કોઠારીયા સોલવન્ટમાં રહેતાં આસિફ આમદભાઇ રાવકરડા (ઉ.૨૬) નામના સંધી યુવાનને રાત્રીના અટિકામાં જય ખોડિયાર ગેરેજ નજીક અજાણ્યા આઠેક શખ્સોએ ધોલધપાટ કરતાં અને પાઇપથી માર મારી પથ્થરમારો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આસિફ અટીકાના પરશુરામ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે છે. તેના કહેવા મુજબ તે રાતે બોલેરો હંકારી ટ્રાન્સપોર્ટની ઓફિસે જતો હતો ત્યારે અજાણયા શખ્સો રસ્તામાં ફટાકડા ફોડતા હોઇ તેણે અટકાવતાં ગાડી ઉભી રાખતાં પોતાને મારકુટ કરવામાં આવી હતી અને પોતાની પાસે રહેલા શેઠના રૂ. દસ હજાર પણ પડાવી લેવાયા હતાં.

ડખ્ખો કરનારા શખ્સો નશો કર્યો હોય તેવા લાગતાં હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસમાં એન્ટ્રી નોંધાવી હતી.

(3:53 pm IST)