Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મવડી ચોકડી ગેરેજમાંથી નવ લાખની ચોરાઉ બીએમડબલ્યુ કાર સાથે બે છાત્રો ઝડપાયા

ક્રાઇમ બ્રાંચના જીજ્ઞેશભાઇ, અમિનભાઇ, પ્રદ્યુમનસિંહ અને જયદીપસિંહની બાતમી : છાત્રો ધીમલપરી ગોસ્વામી અને માર્શલ વસરાની ધરપકડ

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી. પટેલ, એઅસઆઇ રાજદીપસિંહ ગોહિલ, હેડ કોન્સ. ચેતનસિંહ, હિરેન્દ્રસિંહ, અમીનભાઇ, જીજ્ઞેશભાઇ, પ્રદ્યુમનસિંહ તથા જયદીપસિંહ સહિત પેટ્રોલીમાં હતાં ત્યારે જીજ્ઞેશભાઇ, અમીનભાઇ, પ્રદ્યુમનસિંહ તથા જયદીસિંહને મળેલી બાતમીના આધારે મવડી ચોકડી પાસે રઘુનંદન ોટર ગેરેજમાં દરોડો પાડી રીપેરીંગમાં આવેલી રૂ. ૯ લાખની કિંમતની બીએમડબલ્યુ શંકાસ્પદ જણાતા ગેરેજ માલીકને કાર માલીક વિશે પૂછતા તેણે ધીમલપરી દીલીપરી ગોસ્વામી (ઉ.વ.ર૧) (રહે. સદ્ગુરૂ સોસાયટી શેરી નં.પ, કુવાડવા રોડ) અને માર્શલ ધનજીભાઇ વસરા (ઉ.વ.ર૦) (રહે. ગોંડલ રોડ સતનામ સોસાયટી ન્યુ પુનિતનગર)ના નામ ખુલતા પોલીસે બંનેની પૂછપરછ કરતા બંનેએ આ કાર યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસતારમાંથી ચોરી કયાનિ કબુલાત આપતા બંનેની અટકાયત કરી બંનેને યુનિવર્સિટી પોલીસ મથકમાં સોંપ્યા હતાં.

(3:53 pm IST)