Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સદ્દગુરૂ સોસાયટીનો ખોડુ રોજાસરા ફોર્ડ કારમાં દારૂના ૯૩ 'ચપલા' સાથે પકડાયો

રાજકોટ તા. ૨૧: સામા કાંઠે સંત કબીર રોડ પર સદ્દગુરૂ સોસાયટી-૧માં રહેતો ખોડુ ધનાભાઇ રોજાસરા (ઉ.૩૦) ફોર્ડ કાર નં. જીજે૦૧કેજે-૨૨૩૩માં રૂ. ૯૩૦૦ના ૯૩ નંગ દારૂના 'ચપલા' (૧૮૦ મીલીની બોટલો) સાથે ઝડપાઇ ગયો હતો.

એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝના માર્ગદર્શનમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મોહસીનખાન મલેક, મનોજભાઇ મકવાણા, કોન્સ. મહેશભાઇ ચાવડા, અજયભાઇ બસીયા, મુકેશભાઇ ડામોર, પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મિંયાત્રા સહિતે આ શખ્સને પકડી લઇ કુલ રૂ. ૭૯૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

(3:51 pm IST)