Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

રાજકોટમાં ૪૦૦ એસ.ટી. ડ્રાઇવરો - કંડકટરોનું નશો કર્યો છે કે કેમ તે અંગે ચેકીંગઃ એક ઝડપાયો

ક્રિષ્ણનગર-રાજકોટ બસનો ડ્રાઇવર પીધેલ ઝડપાતા સસ્પેન્ડ કરી દેવાયો...

રાજકોટ તા. ર૧: રાજકોટ એસ.ટી. ડિવીઝનના ડીસી શ્રી યોગેશ પટેલ દ્વારા શનિવારે મોડી રાત સુધી બ્રેથ એનેલાઇઝર ચેકીંગ હાથ ધરાયું હતું, બપોરથી રાત સુધીમાં સમગ્ર ડિવીઝનમાં દરેક ડેપો ઉપર થઇને કુલ ૪૦૦ એસ.ટી. બસના ડ્રાઇવરો-કંડકટરોનું ચેકીંગ કરાયું હતું.

બ્રેથ એનેલાઇઝર ચેકીંગ દરમિયાન મશીનો દ્વારા દરેકના મોઢા-શ્વાસો ચેક કરાયા, તેમાં ૩૯૯ને કલીન સ્વીપ મળી, પરંતુ રાજકોટ એસ.ટી. ડેપો ઉપર કૃષ્ણનગર (અમદાવાદ) થી રાજકોટ આવતી બસનો ડ્રાઇવર મેણંદ હુંબલ પીધેલ ઝડપાતા તેને તાકિદની અસરથી સસ્પેન્ડ કરી દેતો હુકમ ડીસી શ્રી પટેલ દ્વારા કરાયો હતો, આ ચેકીંગથી ડ્રાઇવરો-કંડકટરો અને સ્ટાફમાં ફફડાટ ફેલાયો છે, મુસાફરોમાં આ ચેકીંગ ડ્રાઇવથી ભારે પ્રસંશા થઇ હતી.

(3:51 pm IST)