Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

આજીડેમ પાસે રઘુનંદન પાર્કમાં એક વર્ષની જીયાનું બેભાન થયા બાદ મોત

રાજકોટ તા. ૨૧: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર નજીક રઘુનંદન પાર્કમાં રહેતાં લેઉવા પટેલ હાર્દિકભાઇ રાદડીયાની દિકરી જીયા (ઉ.વ.૧) સાંજે ઘરે બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં તેણીનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં આજીડેમના પીએસઆઇ એમ. બી. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જીયા બે બહેનમાં નાની હતી. તેના પિતા ચાની હોટેલ ધરાવે છે. તેમના કહેવા મુજબ જીયાને જન્મથી જ એક કિડની નહોતી અને મણકાનો વિકાસ થયો ન હોવાથી બિમાર રહેતી હતી. ગઇકાલે બેભાન થઇ જતાં સારવાર માટે દાખલ કરાઇ હતી. પરંતુ દમ તોડી દીધો હતો.

(1:13 pm IST)