Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

વધુ બાઇક ચોરીમાં જેલમાંથી હનીફશા શાહમદારનો કબ્જો લેવાયો

રાજકોટ, તા. ર૧ : ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી. પટેલ, એએસઆઇ ફીરોઝભાઇ, રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ, વાલજીભાઇ, મનીષભાઇ, દિવ્યરાજસિહ, હિતેન્દ્રસિંહ તથા રાજેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે દોઢ માસ પહેલા મંગલમ એપાર્ટમેન્ટમાંથી વાહન ચોરીના ગુનામાં જેલમાં રહેલા હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર (ઉ.વ.૩ર) (રહે. ગંજીવાડા-ર૦) એ ચોરી કર્યાનું ખુલતા પોલીસે તેનો જેલમાંથી કબ્જો મેળવી તેને સાથે રાખી ગંજીવાડા શેરી નં.ર૦માં તેના ઘરમાં તલાશી લેતા ચોરાઉ બાઇક મળી આવતા કાર્યવાહી કરી હતી.

(4:21 pm IST)
  • રાત્રે 11 વાગ્યે ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો : વીજળીના કડાકા ભડાકા :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : રાત્રે અચાનક વાતાવરણમા પલટો access_time 11:16 pm IST

  • સતત આઠમા દિવસે ડિઝલના ભાવમાં ઘટાડો: પેટ્રોલના ભાવ યથાવત: ડીઝલના ભાવમાં 18 પૈસાનો ઘટાડો :ડીઝલનાં ભાવમાં આજે આઠમા દિવસે 18 પૈસાનો ઘટાડો, જયારે પેટ્રોલનો ભાવ ત્રણ દિવસથી યથાવત. ભાવમાં ઘટાડો સવારે છ વાગ્યા થી લાગુ થશે. access_time 11:58 pm IST

  • ભારત સાથે એલએસીના વધી રહેલા ઘર્ષણ વચ્ચે, ચીની સૈન્ય PLA દ્વારા એક અહેવાલ મુજબ 3 નવા મોરચા ભારત વિરુધ્ધ ખોલવામાં આવ્યા છે. દક્ષિણ ચીન સમુદ્રમાં કવાયત હાથ ધરવાની સાથે ચીની સૈન્યની પશ્ચિમી થિયેટર કમાન્ડ દ્વારા તાજેતરમાં ઝિંજિયાંગ અને તિબેટમાં પણ સૈન્યબળ વધારવામાં આવી રહયાનું જાણવા મળે છે. access_time 7:28 pm IST