Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

હે... કોરોના નિયંત્રણ માટે SOP જાહેર કરવામાં સ્પીડ જરૂરી રામનાથપરા સ્મશાને કોરોનાં મૃતકો માટે ખાસ અલગ દરવાજો : ઉદિત અગ્રવાલ

સાર્વજનિક સ્થળોએ જમાવડા રોકવા અમદાવાદમાં જાહેર કરાઇ કડક માર્ગદર્શિકા : સૌરાષ્ટ્રમાં પણ આ જરૂરી : મ્યુ. કમિશનરના આ નિર્ણયથી મોટી રાહત

રાજકોટ, તા. ર૧ :  રાજકોટ શહેરમાં કોરોના કાબુ કરવા છેલ્લા ૬ માસથી મહાપાલિકા અમદાવાદને પગલે પગલે ત્વરિત નિર્ણયો લઇ રહ્યાનું જોવા મળે છે. પ્રજાહિત અને હેતુ સારો હોય તો સારા નિર્ણયોનું અનુકરણ કરવામાં કોઇ વાંધો હોવો જોઇએ નહીં.

આરોગ્ય અગ્રસચિવને બે વખત રાજકોટ આવવું પડયું અને જિલ્લા તંત્ર પણ સતત મિટીંગોમાં વ્યસ્ત છે. કોરના કેમ ઝડપભેર થઇ રહ્યો નથી ? સઘન પગલા લેવાઇ રહ્યા છે તો પણ કયાંક ચૂક રહી જાય છે. મરણઆંક જોઇએ લેવો ઘટી રહ્યો નથી. જો કે છેલ્લા ૩ દિવસમાં ર૦ થી રપ% ઘટાડો જોવા મળ્યો છે. તે રાહત જનક છે.

માસ્ક નહીં પહે૨નારાઓ પાસે દંડ વસૂલવાનું અવિ૨ત ચાલુ છે. હવે તો સીસીટીવીના માધ્યમથી પણ પગલાં લેવામાં આવી ૨હયા છે. ચા ની કીટલીઓ કે પાનની દુકાનો પ૨ ટોળા એકઠાં થતાં હોય તો આવા સ્થળોએ બંધ કરાવવા જેવી કામગીરી કરાઈ ૨હી છે પરંતુ એકંદ૨ સ્થિતી જોઈએ તો શહે૨માં ઠે૨ ઠે૨ જોવા મળતાં જમાવડાં રાજકોટને ભારે પડી ૨હયા છે. ઠે૨ ઠે૨ ચા ની કીટલીઓ, પાનની દુકાનોએ કે શાક માર્કેટોમાં સોશ્યિલ ડિસટન્સનું પાલન થવામાં બેદરકારી નરી આંખે જોઈ શકાય છે.

અમદાવાદ મહાપાલિકાના પગલે તંત્ર દ્વારા ચા ની કીટલીઓ મામલે અનુક૨ણ ક૨વામાં મોડું થયુંર્ છે. અમદાવાદમાં ચા ની કીટલીઓ પ૨ થતાં જમાવડાઓ દૂ૨ ક૨વા મહાપાલિકાએ ખાસ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજ૨) જારી કરી છે. જેમાં ચા ની કીટલીઓએ ટોળે વળવું નહીં તથા ચા પીતી વખતે વાતચીત ક૨વા પ૨ પ્રતિબંધ ફ૨માવવામાં આવ્યો છે. ઉપરાંત પાણી પીવા માટે કોઠી કે પ૨બ બંધ કરાવવામાં આવ્યા છે. જાહે૨ સ્થળોએ જયાં કોરોના સંક્રમણ ફેલાવવાનું જોખમ વધુ હોય તેવા સ્થળોએ ખાસ પગલાંઓ ઉઠાવવામાં આવી ૨હયા છે તોે રાજકોટમાં મહાપાલિકા દંડ વસૂલાતની કામગીરી મોટા પાયે કરી રહી છે. સાથે ઉપરોકત પગલા પણ જરૂરી છે.

 અમદાવાદમાં દ૨ સપ્તાહે ચા ની કીટલી ના સ્ટાફના કોરોના ટેસ્ટ ફ૨જિયાત ક૨વામાં આવ્યા છે. રાજકોટમાં  આવા સદ્યન પગલાંઓની તાકિદે જરૂર છે.

અમદાવાદમાં કોરોનાને કાબૂ ક૨વા ચા ની કીટલીઓ તથા નાસ્તાની લારીઓએ એક સાથે વધુ લોકો એકઠા ન થાય તે બાબત પ૨ ખાસ ધ્યાન આપવામાં આવી ૨હયું છે જેના હકારાત્મક પરિણામ પણ મળ્યા છે. રાજકોટમાં દુકાનો બહા૨ ક૨વામાં આવેલા કુંડાળા (૬  ફૂટનું અંત૨) નો કડકાઈથી અમલ જરૂરી બન્યો છે. અમદાવાદમાં ચા પીવા જનારા કે નાસ્તો ક૨વો હોય તો બહા૨ દોરેલા કુંડાળાની વ્યવસ્થાનું ચુસ્ત રીતે પાલન કરાવવામાં આવે છે. પેકેજડ ડ્રિંકિંગ વોટ૨ની ફ૨જીયાત અમલવારી અંગે પણ રાજકોટં હજુ પાછળ છે.

રાજકોટના મ્યુનિસીપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ રાજકોટને કોરોના ભયમુકત કરવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે, જાતે સ્થળો ઉપર નિરીક્ષણ કરવા દોડી જાય છે. રાજકોટ રામનાથપરા સ્મશાનમાં આજથી કોરોનાગ્રસ્ત ડેડ બોડી માટે અલગ દરવાજો અને સામાન્ય બીજા કારણોથી મૃત્યુ પામનાર-લાકડાથી અગ્નિદાહ આપવા અલગ દરવાજાની વ્યવસ્થા અમલમાં મુકી પ્રસંસનીય કાર્ય કર્યુ છે.

રાજકોટમાં થોડા અંશે પણ કોરોના હળવો બનતો જાયછે, કેસોનું પ્રમાણ સહેજ ઘટયું છે, મૃત્યુઅ ાંક થોડો ઓછો થયો છે તે રાહતરૂપ ગણી શકાય.

(4:16 pm IST)
  • અત્યારે રાત્રે 10:45 વાગે ઈન્સેટ તસવીરમાં સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર પ્રચંડ વાદળા છવાયેલા જોવા મળે છે. રાજકોટ ઉપર વાદળાઓની ભયંકર ગડગડાટી થઈ રહી છે.. access_time 11:04 pm IST

  • ફાંસીવાદી સરકાર સામે સંસદથી સડક સુધી લડત આપીશ : કૃષિ બિલનો વિરોધ કરનાર 8 સાંસદો સસ્પેન્ડ થવા સામે મમતા બેનરજીનો આક્રોશ : લોકશાહીના નિયમોનું સરકાર ઉલ્લંઘન કરી રહી હોવાનો આક્ષેપ access_time 1:04 pm IST

  • ભારત-ચીનના : કોર્પ્સ કમાન્ડર લેવલના લશ્કરના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સરહદ મડાગાંઠ બાબતે ૬ઠ્ઠા રાઉન્ડની મંત્રણા ચાલુ છે. access_time 4:00 pm IST