Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

શાપર-વેરાવળનો નિરજ તિવારી રાજકોટથી કોની પાસેથી ગાંજો લાવતો'તો? રીમાન્ડ મંગાશે

રાજકોટ તા. ર૧ :.. શાપર-વેરાવળમાં ગાંજાના જથ્થા સાથ પકડાયેલ પરપ્રાંતિય નિરજ તિવારી રાજકોટમાંથી કોની પાસેથી ગાંજાનો જથ્થો વેચાણ માટે લાવતો હતો ? તે મુદે તપાસ કરવા તેને રીમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

મળતી વિગતો મુજબ રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહીલ તથા ટીમે શાપર-વેરાવળમાં ગાંજાનો જથ્થો (૧ કિલો ૩૮ ગ્રામ) લઇ વેચવા નીકળેલ રીક્ષા ચાલક નિરજ ભાનુપ્રતાપ તિવારી રે. મુળ યુ. પી. હાલ શાપર-વેરાવળને દબોચી લીધો હતો. પકડાયેલ નિરજ તિવારી છકડો રીક્ષામાં ભંગારમાં હેરાફેરી કરી ગુજરાન ચલાવતો હતો પણ લોક ડાઉનમાં ધંધો બંધ થઇ જતા રાજકોટથી ગાંજાનો જથ્થો લઇ વેચાણ શરૂ કરવાનું નકકી કર્યુ હતું પણ તે પૂર્વે પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલ નિરજ પોતે ગાંજાનો બંધાણી હોવાનું અને રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ પાસેથી ગાંજાનો જથ્થો  વેચાણ માટે લાવ્યાની કબુલાત આપી હતી. ગાંજાના સપ્લાયરને પોતે જોયે ઓળખતો હોવાનું અને નામ જાણતો ન હોવાનંુ રટણ કરતા પોલીસે તેનો કોવીડ ટેસ્ટ કરાવ્યા બાદ સપ્લાયરનું નામ જાણવા રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

(2:51 pm IST)