Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

જામનગરના અમીનભાઇ દલનું રાજકોટમાં બહેનના ઘરે મોત

આટો દેવા આવ્યા અને હાર્ટએટેક આવી ગયો

રાજકોટ તા. ૨૧: જામનગર રહેતાં અમીનભાઇ ભીખુભાઇ દલ (ઉ.વ.૪૫) રાજકોટ હરિહર ચોક દાતારબાપુના તકીયા પાસે રહેતાં પોતાના બહેન બિલ્કીશબેનને ત્યાં આટો દેવા આવ્યો હોઇ અહિ હાર્ટએટેક આવી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં માતમ છવાઇ ગયો હતો. મૃતક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(11:44 am IST)