Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

નવા ૧૫૦ રીંગરોડ પર કડીયા કામ કરતાં મધ્યપ્રદેશના હરિશનું વિજકરંટથી મોત

રાજકોટ તા.૨૧: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ડિલાઇટ પાર્ટી પ્લોટ પાસે નવી બની રહેલી હોટેલની સાઇટ પર રહી કડીયા કામની મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના હરિશ કાળુભાઇ મહિડા (ઉ.વ.૨૬)નું વિજકરંટ લાગતાં મોત નિપજ્યું છે.

હરિશ સાંજે પોણા આઠેક વાગ્યે હેલોઝન લાઇટનું બોર્ડ હાથમાં લઇને જતો હતો ત્યારે અચાનક કરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડ્યો હતો. ૧૦૮ના ઇએમટી ગોરધનભાઇએ જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્સ. સાજીદભાઇ ખિરાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:42 am IST)
  • રાજસ્થાનમાં કોરોનાને કારણે જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર સહિત ૧૧ જીલ્લા હેડકવાટરના જાહેર સ્થળોએ ૧૪૪મી કલમ લાગુ કરી ૪ કે ૪થી વધુ લોકોને એકત્ર થવા ઉપર મનાઇ ફરમાવી છે. ૩૧ ઓકટોબર સુધી કોઇ ધાર્મીક-સામાજીક સમારંભો નહિ થાય access_time 11:31 am IST

  • કોરોનાના કહેર વચ્ચે નવા પોઝીટીવ કેસ કરતા સતત ત્રીજા દિવસે સ્વસ્થ થનારની સંખ્યા વધુ : રિકવરી રેઈટ 80 ટકા નજીક પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 82,559 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 54,80,779 થયો : 10.03,443 એક્ટીવ કેસ : વધુ 88,996 દર્દીઓ સાજા થતા કુલ 83,88,690 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 87,867 થયો access_time 12:02 am IST

  • ભારત અને ચીન આવતીકાલે સવારે 11 વાગ્યે, ચુશુલ-મોલ્ડોની ચીની બાજુમાં, છઠ્ઠા કોર્પ્સ કમાન્ડર કક્ષાનો સંવાદ યોજશે. મોસ્કોમાં બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ આ પહેલી કોર્પ્સ કમાન્ડર બેઠક હશે. MEA ના જોઇન્ટ સેક્રેટરી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. access_time 10:04 pm IST